Dharma Sangrah

ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા'

Webdunia
શનિવાર, 10 ઑક્ટોબર 2020 (07:34 IST)
માઁ શક્તિનું ત્રીજુ રૂપ - ચંદ્રઘંટા
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.
 
માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.
 
માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે. તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.
 
માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.
 
માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને નિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.
 
આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી અમે સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Lohri 2026: નવદંપતી માટે પહેલી લોહરી કેમ હોય છે ખાસ ? તેને કેવી રીતે ઉજવવી જોઈએ જાણો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

મકર સંક્રાતિ પર રાશિ મુજબ કરો દાન, સૂર્ય દેવના આશીર્વાદથી ચમકશે ભાગ્ય

આગળનો લેખ
Show comments