Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Ozone Day 2019: કેમ ઉજવાય છે ઓઝોન દિવસ ? જાણો ધરતી પર જીવન માટે કેમ જરૂરી છે ઓઝોન લેયર

World Ozone Day
Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (11:12 IST)
ઓઝોન દિવસ (World Ozone Day) દરે વર્ષે આખી દુનિયામાં 15 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ વર્ષે ઓઝોન દિવસ 2019ની થીમ '32 years and Healing' છે. ઓજોન દિવસનો ઉદ્દેશ્ય ઓજોન પરતના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાનો છે. ઓઝોન લેયર ઓઝોન અણુઓની એક લેયર છે જે 20થી 40 કિમીની અંદર વાયુમંડળમાં જોવા મળે છે. ઓઝોન લેયર પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રા વાયલટ કિરણોથી બચાવવાનુ કામ કરે છે. ઓઝોન  લેયર વગર જીવન સંકટમાં પડી શકે છે. કારણ કે અલ્ટ્રા વાયલટ કિરણો જો સીધી ધરતી પર પહોંચી જાય તો તે મનુષ્ય, વૃક્ષ  છોડ અને જાનવરો માટે પણ ખૂબ ખતરનાક બની શકે છે. આવામાં ઓઝોન લેયરનુ સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓઝોન લેયરને માણસો દ્વારા બનાવેલ કેમિકલ્સથી ઘણુ નુકશાન થાય છે.  આ કૈમિકલ્સથી ઓઝોનની લેયર પાતળી થઈ રહી છે.  ફેક્ટરી અને અન્ય ઉદ્યોગમાંથી નીકળનારા કેમિકલ્સ હવામાં ફેલાઈને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ઓઝોન લેયર બગડવાથી જળવાયુ પરિવર્તન થઈ રહ્યુ છે. આવામાં હવે ગંભીર સંકટને જોતા દુનિયાભરમાં તેના સંરક્ષણને લઈને જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.  
 
કેમ ઉજવાય છે ઓઝોન દિવસ 
 
વર્ષ 1985માં સૌથી પહેલા બ્રિટિશ અંટાર્કટિક સર્વના વૈજ્ઞાનિકોએ અંટાર્કટિકની ઉપર ઓઝોન પરતમાં એક મોટા કાણાની શોધ કરી હતી.  વૈજ્ઞાનિકોને જાણ થઈ કે તેની જવાબદાર વક્લોરોફ્લોરોકાર્બન (CFC) ગેસ છે. જ્યારબાદ આ ગેસના ઉપયોગ પર રોક લગાવવા માટે દુનિયાભરના દેશોમાં સહમતિ બની અને 16 સપ્ટેમ્બર 1987માં મૉંટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારબાદથી ઓઝોન લેયરના સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસાભાએ વર્ષ 1994માં 16 સપ્ટેમ્બરની તારીખને આંતરરાષ્ટ્રીય  ઓઝોન દિવસ ઉજવવાનુ એલાન કર્યુ. પહેલીવાર વિશ્વ ઓઝોન દિવસ વર્ષ 1995માં ઉજવવામાં આવ્યો હતો. જ્યારબદ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. 
 
શુ છે ઓઝોન લેયર 
 
ઓઝોન લેયર પૃથ્વીના વાયુમંડળની એક પરત છે. ઓઝોન લેયર આપણને સૂરજમાંથી નીકળનારા અલ્ટ્રાવયરેટ કિરણોથી બચાવે છે. ઓઝોનની લેયરની શોધ 1913માં ફ્રાંસના ભૌતિકવિદો ફૈબરી ચાર્લ્સ અને હેનરી બ્રુસોનએ કરી હતે. ઓઝોન (O3)ઓક્સીઝનના ત્રણ પરમાણુઓમાંથી મળીને બનનારી એક ગેસ છે. જે વાયુમંડળમાં ખૂબ ઓછી માત્રામાં   0.02%માં જોવા મળે છે. ધરતીથી 30-40  કિમીની ઊંચાઈ પર ઓઝોન ગેસનો  91% ભાગ એકસાથે મળીને ઓઝોનની લેયરનુ નિર્માણ કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments