Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉંઘમાં મહિલાએ ટ્રેનમાં ટોયલેટને બદલે ખોલી નાખ્યો મોતનો દરવાજો

મહિલા
Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (11:08 IST)
. જોધપુરથી ભોપાલ પરત ફરી રહેલ એક મહિલાનું ટ્રેનમાંથી પડીને એ સમયે દુર્ઘટનાનો ભોગ બની જ્યારે તેણે બાથરૂમના બદલે ભૂલથી મેન ગેટ ખોલી નાખ્યો. દુર્ઘટના પચેહે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા તેનુ મોત થઈ ગયુ.  મહિલા મધ્યપ્રદેશના ગુનાની રહેનારી હતી. તે પોતાના પુત્ર પાસે જોધપુર ગઈ હતી. જોધપુરથી પરત ફરતા આ દુર્ઘટના થઈ. 
રાત્રે થઈ દુર્ઘટના 
 
મૃતકા રાજકુમારી પોતાના પતિ રાજેન્દ્દ્ર શર્મા સાથે જોધપુરથી ભોપાલ પરત ફરી રહી હતી. મુંગાવલી-હિનોતિયા વચ્ચે રાત્રે લગભગ સાઢા 10 વાગ્યે રાજકુમારીએ ટ્રેનના મુખ્ય ગેટના ટૉયલેટનો દરવાજો સમજીને ખોલી નાખ્યો અને આગળ પગ વધારી દીધા. તે ચાલતી ટ્રેનમાં પડી  તો ગેટ પાસેની સીટ પર બેસેલી સવારીએ બુમાબૂમ કરી. 
હોસ્પિટલમાં તોડ્યો દમ 
 
રાજકુમારી પડ્યા પછી તેના પતિએ ચેન પુલિંગ કરી ટ્રેન રોકી. તેમણે ડ્રાઈવરને બધી વાત કરી તો ડ્રાઈવરે ડીઆરએમ સાથે વાત કરી ટ્રેનને પાછળ લીધી. લગભગ એક કિલોમીટર ચાલ્યા પછી ઘાયલ રાજકુમારીને ઉઠાવવામાં આવી અને અશોકનગર હોસ્પિટલ લઈ જવામાં આવી. અહી સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ. 
 
ત્રણ દિવસથી ઉંઘી નહોતી રાજકુમારી 
 
મૃતકાના પતિ રાજેન્દ્ર શર્માએ જણાવ્યુ કે તેમનો પુત્ર જોધપુરમાં રહે છે. તેમના પુત્રએ જોધપુરમાં ફ્લેટ લીધો હતો. તેથી બંને ત્યા પૂજામાં ગયા હતા. ત્રણ દિવસ સુધી પૂજા પાઠ ચાલી અને તેથી રાજકુમારીની ઉંઘ પુરી થઈ  નહોતી.  તે રાત્રે ટોયલેટ જવા ઉઠી ત્યારે ઉંઘમાં આ દુર્ઘટના થઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

Lipstick Smart Hacks: દિવસભર તમારા હોઠ પર લિપસ્ટિક રહેશે, બસ આ સરળ સ્માર્ટ હેક્સ અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

આગળનો લેખ
Show comments