Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM બનતા જ ચરણજીત સિંહ એક્શનમાં- કેન્દ્રને કૃષિ કાયદો પરત લેવાની કરી માંગ, પંજાબમાં ખેડૂતોના બિલ કર્યા માફ

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (14:32 IST)
પંજાબના મુખ્યમંત્રી પદની શપથ લીધા પછી તરતજ ચરણજીત સિંહ એક્શન મોડમાં આવી ગયા. ચન્નીએ પોતાની પહેલી પ્રેસ કૉન્ફ્રેસ દરમિયાન જ કેન્દ્ર સરકારને ત્રણેય ખેડૂતોના બીલ પરત લેવાની માંગ કરી છે.  ચન્નીએ જણાવ્યું છે કે તેમને હાઇકમાન્ડ તરફથી 18 મુદ્દાઓનુ લિસ્ટ મળ્યુ છે, જેમને તેઓ તેમના બાકીના કાર્યકાળ દરમિયાન પૂર્ણ કરશે. મુખ્યમંત્રી બનતાની સાથે જ ચન્નીએ રાજ્યના ખેડૂતોના બાકી પાણી અને વીજળીના બિલ માફ કરવાની મોટી જાહેરાત કરી. પત્રકાર પરિષદમાં ચન્ની સાથે હરીશ રાવત અને નવજોત સિંહ સિદ્ધુ પણ હાજર હતા.
 
ચન્નીએ ખેડૂતો સાથે પોતાની વાતચીત શરૂ કરી અને કહ્યું કે તેમની સરકાર ગરીબોની સરકાર છે અને તે ખેડૂતોની સાથે છે. ચન્નીએ કહ્યું કે જો ખેડૂત ડૂબી જશે તો દેશ ડૂબી જશે, હું ખેડૂતને કોઈ નુકસાન થવા નહીં દઉં. તેમણે કહ્યું કે પંજાબ સરકાર ખેડૂતોના સંઘર્ષમાં તેમની પડખે કાયમ ઉભી છે અને ઉભી રહેશે અને રાજ્યમાં ખેડૂતને નબળો પડવા દેવામાં નહી આવે. ચન્નીએ કહ્યું કે અમે ખેડૂતોને દરેક રીતે ટેકો આપીએ છીએ. ચન્નીએ એમ પણ કહ્યું કે જો ખેડૂતોને કંઈ પણ થશે તો હુ મારી ગરદન આગળ ધરી દઈશ. 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments