અભ્યાસ જેમા 30 વર્ષોના 450થી વધુ શોધ પત્રોની સમીક્ષા કરવામાં આવી તેમા દાવો કરવામાં આવ્યો છે કે સદીના અંત સુધી પૃથ્વીની જૈવ વિવિધતાનો એક મહત્વપૂર્ણ ભાગ વિલુપ્ત થવાનો ખતરો છે.
5 ડિસેમ્બરના રોજ સાયંસમાં પ્રકાશિત નિષ્કર્ષો મુજબ જો વર્તમાન ગ્રીનહાઉસ ગૈસ ઉત્સર્જન અનિયંત્રિત ચાલતુ રહ્યુ તો વર્ષ 2100 સુધી પૃથ્વીની એક તૃતીયાંશ પ્રજાતિઓ વિલુપ્ત થઈ શકે છે.
ધરતી પર વધી રહેલ તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ હજુ પગ લગભગ 180000 પ્રજાતિઓ - દુનિયા ભરમાં 50માંથી 1 ને વિલુપ્ત થવાના ખતરામાં નાખી શકે છે.
કનેક્ટિકટ વિશ્વવિદ્યાલયના જીવવિજ્ઞાની માર્ક અર્બન દ્વારા કરવામાં આવેલ શોધમાં પ્રજાતિઓના અસ્તિત્વ પર વિવિધ વાર્મિંગ પરિદ્રશ્યોના પ્રભાવનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.
દુનિયાભરના સ્તનધારિઓ, પક્ષીઓ અને ઉભયચરોના પ્રાકૃતિક રૂપે રહેનારા રહેઠાણોને સરેરાશ 18 ટકાનુ નુકશાન થયુ છે. આ નુકશાન આગામી 80 વર્ષોમાં લગભગ 23 ટકા સુધી વધી શકે છે.
પ્રજાતિઓના વિર્લુપ્ત થવુ આ વાત પર નિર્ભર કરે છે કે પ્રજાતિ કેટલી ખતરામાં છે. પ્રભાવી સંરક્ષણ રણનીતિઓને તૈયાર કરવા માટે સારા સમજની જરૂર હોય છે.
ખરાબ જળવાયુ આપણને વાસ્તવિક તબાહીની સ્થિતિમાં નાખી દેશે. સમુદ્ર સ્તરમાં વૃદ્ધિ 80 સેંટીમીટરથી વધુ હોઈ શકે છે. તટીય શહેરોમાં પૂર આવવુ અને ક્ષેત્રોનુ લુપ્ત થવુ પણ શક્ય છે.
જો દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત પશુ પ્રજાતિઓમાંથી એક ને બચાવવા માટે તત્કાલ કાર્યવાહી ન કરવામાં આવી તો આફ્રિકી હાથી બે દશકોની અંદર ગાયબ થઈ જશે.
ઈગ્લેંડની બ્રિસ્ટર યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાની તાજેતરની રિસર્ચમાં કહ્યુ છે કે આગામી 25 કરોડ વર્ષોમાં માણસ અને બીજી બધા સ્તનધારી વિલુપ્ત થઈ જશે.
100 વર્ષોમાં અનેક પ્રજાતિઓ વિલુપ્ત થઈ શકે છે કે પછી અત્યાધિક સંકટગ્રસ્ટ બની શકે છે. ક્રિલ, બ્લૂ વ્હેલ, હોક્સબિલ કાચબા અને રિંગ્ડ સીલમા આગામી સદીમાં વિલ્પ્ત થવાનો ખતરો છે. કારણ કે તેમનુ ભોજન અને રહેઠાણ ગાયબ થઈ જશે.