Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lucknow-Agra Expressway બસ પલટી જતાં ભયાનક અકસ્માત, 8નાં મોત, 19 ઘાયલ

Lucknow-Agra Expressway બસ પલટી જતાં ભયાનક અકસ્માત, 8નાં મોત, 19 ઘાયલ
, શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (16:09 IST)
Kannauj Accident on Agra-Lucknow Expressway:  લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ફરી એક વાર મોટો અકસ્માત થયો છે. આગ્રા તરફ જઈ રહેલી ડબલ ડેકર બસ અચાનક પલટી ગઈ.

આ ઘટનામાં 8 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના કન્નૌજ પાસે ઔરૈયા બોર્ડર પર બની હતી. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
બસ ડિવાઈડર સાથે અથડાઈ
તમને જણાવી દઈએ કે ડબલ ડેકર બસ લખનૌથી આગ્રા તરફ આવી રહી હતી. કન્નૌજ પાસે બસ અચાનક બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ. આ દરમિયાન બસ અચાનક પલટી જતાં અંદર બેઠેલા 8 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 19થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શંભુ બોર્ડર પર ફરી આંસુનો વરસાદ, ખેડૂતોમાં નાસભાગ, અત્યાર સુધીમાં 3 ઘાયલ