Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખેડૂતોની દિલ્હી કૂચ વચ્ચે અંબાલામાં ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ

Farmers Protest 2024
, શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (15:18 IST)
ખેડૂતની 'દિલ્હી કૂચ'ને કારણે તંત્રે હરિયાણાના અંબાલાના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી દીધી છે.
 
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર 6 ડિસેમ્બરે આ બાબતે હરિયાણાના ગૃહમંત્રાલય તરફથી વધુ એક આદેશ અપાયો છે.
 
હરિયાણાના ગૃહસચિવ તરફથી અપાયેલા આદેશ અનુસાર, દૂરસંચાર અધિનિય 2023ની કલમ 20 અને દૂરસંચાર સેવાઓના અસ્થાયી નિલંબન (પબ્લિક ઇમર્જન્સી કે પબ્લિક સેફ્ટી) નિયમો અંતર્ગત અંબાલા જિલ્લાના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી દેવાઈ છે.
 
આ પ્રતિબંધથી બૅન્કિંગ સેવાઓ અને મોબાઇલ રિચાર્ય સેવાઓની સાથોસાથ ખાનગી અને કૉમર્શિયલ લૅન્ડલાઇન સેવાઓને અલગ રાખવામાં આવી છે.
 
ખનૌરી અને શંભુ બૉર્ડરે પાછલા નવ માસથી બેઠેલાં ખેડૂતસંગઠનોએ 6 ડિસેમ્બરની બપોરે 101 ખેડૂતોના સમૂહને દિલ્હી તરફ મોકલવાનું એલાન કર્યું છે.
 
જેને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાવ્યવસ્થા કડક બનાવી દેવાઈ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Parliament Session LIVE Updates: રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની સીટ પર મળ્યુ નોટોનુ બંડલ, સદનમાં હંગામો