Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Parliament Session LIVE Updates: રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની સીટ પર મળ્યુ નોટોનુ બંડલ, સદનમાં હંગામો

sansad
, શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (11:43 IST)
sansad
 Parliament Session LIVE Updates: સંસદના શિયાળુ સત્રમાં  શુક્રવારે  ભારે હોબાળો થયો છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોના બંડલ મળી આવ્યા છે. રાજ્યસભાના ઉપસભાપતિ જગદીપ ધનખરે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. ગૃહની શરૂઆત પહેલા કોંગ્રેસ અને વિપક્ષના સાંસદો મોઢા પર કાળા માસ્ક પહેરીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું છે અને તે 20 ડિસેમ્બર સુધી ચાલશે.

- સભાપતિએ સદનને આપી માહિતી 
આજથી સદનની કાર્યવાહી શરૂ થતા જ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે કહ્યુ હુ સભ્યોને સૂચિત કરુ છુ કે ગઈકાલે સદનની કાર્યવાહી સ્થગિત થયા બાદ નિયમિત તપાસ દરમિયાન સુરક્ષા અધિકારીઓએ સીટ સંખ્યા 222 પરથી નોટોનુ બંડલ જપ્ત કર્યુ. જે વર્તમાનમાં તેલંગાના રાજ્યથી ચૂંટાયેલા અભિષેક મનુ સિંઘવીને નામે છે. મામલો મારા નોલેજમાં લાવવામાં આવ્યો હતો અને મે ખાતરી કરે એકે તપાસ થાય અને તે ચાલી રહી છે. 

 
- બીજી બાજુ અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે હુ જ્યારે પણ રાજ્યસભા જઉ છુ તો 500 રૂપિયાની એક નોટ સાથે લઈને જઉ છુ. મે આ વિશે પહેલીવાર સાંભળ્યુ. હુ 12:57 વાગે સદનમાં પહોચ્યો અને 1 વાગે ઉઠ્યો. પછી હુ 1.30 વાગ્યા સુધી કેંટિનમાં બેસ્યો અને પછી સંસદમાંથી નીકળી ગયો. તેમણે કહ્યુ કે આ પૂરા મામલાની તપાસ થવી જોઈએ. તે મને અજીબ લાગે છે કે આવા મુદ્દાઓ પર પણ રાજકારણ ઊભું થાય છે. તેની તપાસ થવી જોઈએ કે લોકો કેવી રીતે ગમે ત્યાં જાય છે અને ગમે તે સીટ પર ગમે તે મૂકે છે. આનો અર્થ એવો થાય કે દરેક પાસે એવી સીટ હોય જેની એક ચાવી હોય અને જે તે સાંસદ તે ચાવીને ઘરે લઈ જઈ શકે, કારણ કે દરેક વ્યક્તિ આવી કોઈ વસ્તુ કરી શકે અને તેના આરોપો લગાવી શકે. જો તે દુ:ખદ અને ગંભીર ન હોત તો તે હાસ્યજનક હોત. મને લાગે છે કે દરેક વ્યક્તિએ આની તપાસ ઠેક સુધી થાય એ માટે સહકાર આપવો જોઈએ અને જો સુરક્ષા એજન્સીઓમાં કોઈ નિષ્ફળતા હોય તો તેને પણ સંપૂર્ણપણે ખુલ્લી પાડવી જોઈએ...

 
 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Fake Doctor: 8મુ પાસ ને પણ 70 હજારમાં વેચી રહ્યો હતો મેડિકલ ડિગ્રી, સુરતમાંથી પકડાઈ ગેંગ