Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ છે ફેક ન્યુઝ - કેમ આને લઈને ભારતમાં જ નહી દુનિયાભરમાં મચી છે બવાલ

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (17:47 IST)
છેલ્લા કેટલાક વર્ષમાં ફેક ન્યુઝને લઈને દુનિયાભરમાં બવાલ મચી છે. ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વારે ઘડીએ ફેક ન્યુઝ શબ્દનો ઉપયોગ કરે છે. એવુ પણ નથી કે ફેક ન્યુઝ જેવો શબ્દ ફક્ત પશ્ચિમી જગતના મીડિયામાં જ હોય. ભારતમાં પણ તેનો ઉપયોગ ખૂબ વધુ થાય છે.  ઉલ્લેખનીય છે કે ફેક ન્યુઝ એક મોટી સમસ્યા છે. જેના હેઠળ કોઈની છબિને ખરાબ કરવી કે અફવા ફેલાવવા માટે ખોટા સમાચાર પબ્લિશ કરવામાં આવે છે. આવા ખોટા સમાચાર પર રોક લગાવવાની પહેલ દુનિયાભરમાં ચાલી રહી છે. ભારત પણ આનાથી અછુત નથી. આવો પહેલા જાણીએ કે ફેક ન્યુઝ છે શુ.... 
 
શુ છે ફેક ન્યુઝ 
 
જો તમે મીડિયા ઈંડસ્ટ્રીમાંથી છો કે તેની નિકટ જોડાયેલા છો તો તમે જાણતા જ હશો કે ફેક ન્યુઝ શુ છે. આ એક પ્રકારની પીત પત્રકારિતા (યેલો જર્નાલિજ્મ) છે. જેના હેઠળ કોઈના પક્ષમાં પ્રચાર કરવી કે ખોટા સમાચાર ફેલાવવા જેવુ કૃત્યુ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાની છબિને નુકશાન પહોંચાડવા કે લોકોને તેના વિરુદ્ધ ખોટા સમાચાર દ્વારા ભડકાવવાનો પ્રયત્ન ફેક ન્યુઝ છે. સનસનીખેજ અને ખોટા સમાચાર, બનાવટી હેડલાઈન દ્વારા પોતાની રીડરશિપ અને ઓનલાઈન શેયરિંગ વધારીને ક્લિક રેવેન્યૂ વધારવી પણ ફેક ન્યુઝની શ્રેણીમાં આવે છે.  ફેક ન્યુઝ કોઈ પણ સટાયર(વ્યંગ)કે પૈરોડીથી જુદી છે.  કારણ કે તેનો મકસદ પોતાના પાઠકોનુ મનોરંજન કરવાનુ હોય છે. જ્યારે કે ફેક ન્યુઝનો મકસદ પાઠકને ભ્રમિત કરવાનો હોય છે. 
ઉલ્લેખનીય છે કે ફેક ન્યુઝ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી સૂચના અને પ્રસારણ મંત્રાલય(આઈબી મિનિસ્ટ્રી) એ સોમવારે સાંજે પત્રકારો માટે કેટલાક દિશા નિર્દેશ રજુ કર્યા હતા. આ દિશા નિર્દેશ હેઠળ ફેક ન્યુઝનુ પ્રકાશન કરવા પર પત્રકારો વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે. જેના હેઠળ તેમની માન્યતાને અમાન્ય અને રદ્દ કરવા સુધીની જોગવાઈ હતી. મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલ આ દિશા-નિર્દેશ વિરુદ્ધ મીડિયામાં વાતાવરણ બગડે એ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિશા-ઉલ્લેખને પરત લેવાની વાત કરી. તેમણે મંત્રાલયને સલાહ આપી કે તેઓ પોતાના દિશા-નિર્દેશને પરત લઈ લે અને આ મામલાને પ્રેસ કાઉંસિલ ઓફ ઈંડિયા પર જ છોડી દેવામાં આવે. 
 
લોકતંત્રની હત્યાનો પ્રયાસ 
 
આ પહેલા દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત આ મામલે કૂદી પડી. શીલાએ આઈબી મંત્રાલયના સોમવારના દિશા-નિર્દેશ પર સવાલ ઉઠાવતા ફેક ન્યુઝની પરિભાષા પૂછી. તેમણે કહ્યુ, લોકતાંત્રિક વ્યવસ્થામાં મીડિયા પર પ્રતિબંધ લગાવવો લોકતંત્રની હત્યા જેવુ છે.  પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ, આજે આપણે ફક્ત એવા સમાચાર જોઈએ છીએ જે સરકાર સમર્થિત છે.  ભારત સ્વતંત્ર મીડિયામાં વિશ્વાસ રાખે છે અને આ આવુ જ કાયમ રહેવુ જોઈએ. 
શુ કહેવામાં આવ્યુ હતુ આઈબી મંત્રાલયની પ્રેસ રિલીઝમાં 
 
આઈબી મંત્રાલયે સોમવારે જે પ્રેસ રિલીઝ રજુ કરી હતી તેમા કહેવામાં આવ્યુ હતુ કે પ્રિંટ અને ટેલેવિઝન મીડિયા માટે બે રેગુલેટરી સંસ્થાઓ છે - પ્રેસ કાઉંસિલ ઓફ ઈંડિયા અને અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન(NBA), આ સંસ્થાઓ નક્કી કરશે કે સમાચાર ફેક છે કે નહી. બંનેને આ તપાસ 15 દિવસમાં પૂરી કરવી પડશે. એકવાર ફરિયાદ નોંધાયા પછી આરોપી પત્રકારની માન્યતા 
તપાસ દરમિયાન પણ રદ્દ રહેશે.  બંને એજંસીઓ દ્વારા ફેક ન્યુઝની પુષ્ટિ કર્યા પછી પહેલી ભૂલ પર છ મહિના માટે માન્યતા રદ્દ કરવામાં આવશે. બીજીવારમાં એક વર્ષ માટે માન્યતા રદ્દ થઈ જશે અને ત્રીજીવારમાં સ્થાયી રૂપથી પત્રકારની માન્યતા રદ્દ કરવામાં આવશે. બીજીવારમાં એક વર્ષ માટે માન્યતા રદ્દ થઈ જશે અને ત્રીજીવારમાં સ્થાયી રૂપથી પત્રકારની માન્યતા રદ્દ થઈ શકે છે. 
 
ડિઝિટલ મીડિયામાં વધુ ફેક ન્યુઝ 
 
જો કે મંત્રાલયે જે દિશા-નિર્દેશ રજુ કરવામાં આવ્યા હતા તેમા ડિઝિટલ મીડિયાની વાત નહોતી કરવામાં આવી.  પણ આ પહેલા સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની કહી ચુકી છે કે સરકાર ડિઝિટલ મીડિયા માટે પણ દિશા-નિર્દેશ રજુ કરશે. ફેક ન્યૂઝ પર રોકથામ લગાવવાની કોશિશ વૈશ્વિક સ્તર પર ચાલુ છે.  વિશેષરૂપે ડિઝિટલ મીડિયામાં ફેક ન્યૂઝને લઈને તમામ સરકારી એલર્ટ છે. એવુ માનવામાં આવે છે કે 2016ના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રૂસે ફેસબુક પર ફેક ન્યુઝનો ઉપયોગ કરી લોકોના મત બદલવાની કોશિશ કરી હતી.  આવુ જ કંઈક આપણા ભારતમાં પણ થવાનો ખતરો છે. જે આવનારા દિવસોમાં અનેક રાજ્યો અને કેન્દ્ર સરકાર માટે આવનારી ચૂંટણી પર અસર નાખી શકે છે. 
 
 
શુ કહે છે મીડિયા સાથે જોડાયેલા લોકો - એક પ્રાઈવેટ ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર મુજબ ફેક ન્યૂઝ પર રોકથામ લગાવવા માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયના આ પગલાને યોગ્ય માને છે. તેમણે કહ્યુ કે ફેક ન્યૂઝના કારણે મીડિયાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે અને મીડિયામાં બધા આ પગલાનું સ્વાગત કરશે.  બીજી બાજુ ઈંડિયન એક્સપ્રેસ ગ્રુપના ડાયરેક્ટરનું કહેવુ છે કે  ન્યૂઝ ઈંડસ્ટ્રીમાં હાઈપર કોમર્સલાઈઝેશનના કારણે ફેક ન્યૂઝનુ ચલણ વધ્યુ છે.  મોટાભાગના ફેક ન્યૂઝ ઓનલાઈન માધ્યમથી આવી રહ્યા છે અને સરકારના દિશા નિર્દેશ પ્રિટ અને ટીવી માધ્યમ માટે પણ રજુ થયા છે.  કોઈપણ સરકારે પ્રેસની આઝાદેમાં દખલ ન કરવી જોઈએ. પણ ઈંડસ્ટ્રીને પોતે જ ફેક ન્યૂઝમાંથી બહાર આવવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વાત કરી છે. 
 
મલેશિયામાં કાયદો 
 
મલેશિયાએ સોમવારે 2 એપ્રિલના રોજ જ એક કાયદો પાસ કર્યો છે.  આ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિ કે ડિઝિટલ મીડિયા જે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝને પ્રસાર કરશે ત્ને 1 લાખ 23 હજાર ડોલર (લગભગ 80 લાખ રૂપિયા)નો દંડ અને 6 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. પ્રધાનમંત્રી નજીબ રજાકના નેતૃત્વમાં એંટી ફેક ન્યૂઝ બિલ સંસદમાં પાસ થયુ. જો કે વિપક્ષે આનો વિરોધ કર્યો હતો. ડ્રાફ્ટ બિલમાં ફેક ન્યુઝ માટે સજા 10 વર્ષની હતી પરંતુ પછી તેને 6 વર્ષની કરવામાં આવી. 
 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments