ઉત્તર પ્રદેશના હાથરસમાં ગાઢ ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસ વે પર અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા. આ કરૂણ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસ સ્ટેશન અને એક્સપ્રેસ વેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ અકસ્માત સાદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર સ્થિત માઇલ સ્ટોન 141 પાસે થયો હતો.
યમુના એક્સપ્રેસ વે પર માઈલસ્ટોન 142 પાસે ગાઢ ધુમ્મસને કારણે ત્રણ કેન્ટર એકબીજા સાથે અથડાઈ ગયા. જેમાં ત્રણેય વાહનોના ચાલકોના મોત થયા હતા. કેટલાક લોકો ઘાયલ થયા છે અને તેઓ આગ્રામાં સારવાર હેઠળ છે. આ અકસ્માત સાદાબાદ વિસ્તારના મિધાવલી ગામ પાસે થયો હતો.