Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદી અને યોગી આદિત્યનાથની મુલાકાત પછી હવે નડ્ડા સાથે યૂપી CM ની બેઠક

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (14:00 IST)
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા લખનૌથી લઈને દિલ્હી સુધી રાજકારણમાં હલચલ ઝડપી બની છે. મંત્રીમંડળ વિસ્તાર અને સંગઠનમાં ફેરફારની અટકળોની વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નવી દિલ્હીમાં છે. 
 
યૂપી સીએમ યોગી આદિત્યનાથ શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે પ્રધાનમંત્રી રહેઠાણ્પહોચ્યા, જ્યા તેમની બેક પીએમ નરેન્દ્ર મોદી સાથે થઈ. બંને નેતાઓ વચ્ચે લગભગ સવા કલાક સુધી બેઠક ચાલી. બપોરે સવાર બાર વાગે યૂપી સીએમ પીએમ મોદીના ઘરમાંથી બહાર આવ્યા. 

<

आज आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी से नई दिल्ली में शिष्टाचार भेंट एवं मार्गदर्शन प्राप्ति का सौभाग्य प्राप्त हुआ।

अपनी व्यस्ततम दिनचर्या से भेंट के लिए समय प्रदान करने व आत्मीय मार्गदर्शन करने हेतु आदरणीय प्रधानमंत्री जी का हृदयतल से आभार। pic.twitter.com/0pAmYVA44q

— Yogi Adityanath (@myogiadityanath) June 11, 2021 >
 
પીએમ મોદી સાથે મુલાકાત પછી યૂપી સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યુ. યોગીએ લખ્યુ કે આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાથે નવી દિલ્હીમાં શિષ્ટાચાર ભેટ અને માર્ગદર્શન પ્રાપ્તિનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. પોતાની વ્યસ્ત દિનચર્યા છતા મુલાકાત માટે સમય આપવા બદલ આદરણીય પ્રધાનમંત્રીનો હ્રદયપૂર્વક આભાર. 
 
પીએમ મોદી સાથે થનારી મીટિંગ પછી આદિત્યનાથને ભાજપાના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત થવાની છે. સૂત્રોનુ માનીએ તો યૂપી સીએમ યોગી આદિત્યનાથ શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. 

<

आज आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी से नई दिल्ली में शिष्टाचार भेंट कर विभिन्न विषयों पर उनका मार्गदर्शन प्राप्त किया।

अपनी व्यस्त दिनचर्या से मुझे समय प्रदान करने के लिए आदरणीय अध्यक्ष जी का कोटिशः आभार। pic.twitter.com/tK2cqVTGIQ

— Yogi Adityanath (@myogiadityanath) June 11, 2021 >

છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની ભાજપની ટોચની નેતાગીરી સામે બાથ ભીડી છે. આ બાથ ભીડવાનું કારણ જણાવતાં વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે મૂળ મડાગાંઠ ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને યુપીના પૂર્વ વિસ્તારને પૂર્વાંચલ બનાવવાનો છે. આ વિસ્તારમાં યોગીના આધિપત્યવાળો ગોરખપુર જિલ્લો પણ આવે છે. આ પ્રદેશને ઉત્તરપ્રદેશમાંથી અલગ કરવો, એટલે યોગીના આધિપત્યનું વિભાજન કરવું. દરમિયાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાય એવી શક્યતા છે. રાજકીય અને સનદી સૂત્રોના કહ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ. કે. શર્માને ઠાઠમાઠવાળી સરકારી નોકરી મુકાવીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. આવા સંજોગોમાં યોગીનું રાજકીય રીતે કદ ઘટે, જેને કારણે યોગી અને ભાજપ મોવડીમંડળ વચ્ચે ગજગ્રાહ ઉત્પન્ન થયો છે. આ જ બાબત વિવાદનું કારણ હોવાથી યોગી તેમના મોવડીમંડળને મળી રહ્યા છે. તેઓ મંગળવારે પણ ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને મળ્યા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments