Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ મુક્ત ભારત નહીં પણ કોંગ્રેસ યુક્ત ભાજપ, કુંવરજી બાવળીયા નાયબ મુખ્યપ્રધાન બની શકે છે

Webdunia
શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (20:12 IST)
જસદણ પેટા ચૂટંણીમાં ભાજપનાં કુંવરજી બાવળિયાનાં વિજય બાદ ગુજરાતનાં રાજકારણની હવા બદલાય તેવા એંધાણ હતા. ત્યારે હવે ફરી એ વાતે જોર પકડ્યુ છે કે કુંવરજી બાવળિયાને સરકારમાં મહત્વનું સ્થાન આપવામાં આવી શકે છે. ચર્ચાઓ થઈ રહી છે કે કુંવરજી બાવળિયાને લોકસભાની ચૂંટણીને લઇને મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા કોળી સમાજમાંથી આવે છે અને આ સમાજમાં તેમનું પ્રભુત્વ છે.

ગુજરાતમાં 50 બેઠકો પર કોળી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપ કુંવરજી બાવળિયાને સરકારમાં મહત્વની જવાબદારી સોંપી શકે છે. લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે ભાજપ મોટા ફેરફારો કરી શકે છે. આ જોતા ભાજપ કુંરવજી બાવળિયાને લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સરકારમાં મહત્વની જવાબદારી સોંપે તો નવાઈ નહીં.
તાજેતરમાં જ જસદણ પેટા ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થયો હતો અને ત્યારબાદ ચર્ચાઓ હતી કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને દિલ્હી લઇ જવાનો રાજકીય દાવ પણ ચર્ચાઈ રહ્યો છે.
 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments