Webdunia - Bharat's app for daily news and videos

Install App

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

Webdunia
ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (10:34 IST)
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગ્રા પહોંચ્યા..
 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગ્રા પહોંચી ચુક્યા છે. અહી તેમણે યમુના નદી પર તાજમહેલના ડાઉનસ્ટ્રીમમાં નગલા પૈમા ગામમી નિકટ રબર બૈરાજના નિર્માણની જાહેરાત કરી.. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અધિસૂચના રજુ થતા પહેલા મુખ્યમંત્રીની આ યાત્રા અનેક દ્રષ્ટિએ મહત્વની છે.  તેઓ એવા સમયે આગ્રા જઈ રહ્યા છે જ્યારે તાજમહેલને લઈને તેમની જ પાર્ટીના સાંસદ અને ધારાસભ્યે આક્રમક નિવેદન આપીને રાજકારણ ગરમાવ્યુ છે. 
 
હિંદ મહાસાગરમાં લડાકૂ જહાજ ગોઠવશે ભારત, દુશ્મનને સબક શિખવાડશે 
 
નેવી કમાંડરોની પાંચ દિવસીય કોંફ્રેસના બીજા દિવસે નિર્ણય લેવામાં આવ્યો હતો કે હિંદ મહાસાગરમાં ભારત પોતાના લડૂકૂ જહાજ ગોઠવશે.. નેવી કમાંડરોએ તેની અવરજવરની યોજનાને અંતિમ સ્વીકૃતિ આપી દીધી. કોંફ્રેસને સેનાધ્યક્ષ બિપિન રાવત અને વાયુ સેનાના પ્રમુખ બીએસ ધનોઆએ પણ સંબોધિત કર્યુ. નવી રણનીતિ હેઠળ વિમાનોથી યુક્ત જહાજ એ સ્થાન પર ગોઠવવામાં આવશે જે સંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે. 
 
આતંકવાદી સૈયદ સલાહુદ્દીનના પુત્ર શાહીદ 7 દિવસની NIA કસ્ટડીમાં
 
વૈશ્વિક કક્ષાએ વોન્ટેડ આતંકી સૈયદ સલાહુદ્દીનના પુત્ર શાહીદ યુસુફ પાસેથી ગુનાઇત ષડયંત્રનો પર્દાફાશ કરવાના ઇરાદાથી  દિલ્હીની એક અદાલતે આતંકી ફંડ કેસમાં આજે તેને સાત દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો હતો. 
 
સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન LoC પાર કરનારા જવાન ચંદૂને કોર્ટે આપી સજા 
 
રાયપુર. વર્ષ 2016માં ભારતીય સેના દ્વારા પીઓકેમાં કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ભૂલથી સીમા પાર કરીને પાકિસ્તાન જનારા ભારતીય સૈનિક ચંદૂ લાલને સેનાની એક કોર્ટે દોષી ઠેરવ્યા છે. સેનાના કોર્ટ માર્શલમાં ત્રણ મહિના જેલની સજાની ભલામણ કરવામાં આવી. 
 
ગુજરાતમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર 
 
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 9 ડિસેમ્બર 89 બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો પર યોજાશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોમાં મતોની ગણતરી 18 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આ વખતે 50128 પોલિંગ બૂથ બનાવવામાં આવશે. ગોવા બાદ ગુજરાત અને હિમાચલ એવા રાજ્ય હશે જ્યાં ચૂંટણીમાં 100 ટકા VVPAT મશીનોનો ઉપયોગ કરાશે. પહેલા તબક્કામાં 19 જિલ્લા કવર કરાશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં મતદાન થશે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 4.33 કરોડ રજિસ્ટર્ડ મતદારો છે. 102 પોલિંગ બૂથ પર મહિલા પોલિંગ સ્ટાફ હાજર રહેશે.
 
નોર્થ ટુર્સ નામની કંપનીએ દુબઈ ટુરના બહાને કરી કરોડોની છેતરપિંડી 
 
દુબઈ ટુરના બહાને હજારો ગુજરાતીઓ સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી થતા ચકચાર મચી ગઈ છે. દુબઈની નોર્થ ટુર્સ નામની ડીએમસી કંપનીએ અનેક ટુર્સ ઓપરેટરો પાસેથી પ્રવાસીઓનાં નામે નાણા ઊઘરાવીને છેતરપિંડી કરી હતી. જને કારણે દુબઈમાં અંદાજે ૧૨૦૦ જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાઈ ગયા છે.
 
ગુજરાત ચૂંટણી પહેલા જ એટીએસે સુરતથી ISISના બે આતંકીઓને ઝડપ્યા 
 
 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસે સુરતથી ISISના બે આતંકીઓ ઝડપી પાડ્યા છે. કાસીમ અને ઓબેદ નામના બન્ને આતંકીઓ છેલ્લા ઘણા સમયથી અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રેકી કરી રહ્યા હતા અને બોંબ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. કાસીમને અંકલેશ્વરથી અને આબેદની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. આ બંન્ને આતંકીઓમાં એક કાસીમ હોસ્પિટલ ટેકનિશિયન અને આબેદ નામનો આતંકી વકીલ છે.

મત વિભાજન ઘટાડવા કોંગ્રેસને ટેકો આપીશુ - શરદ યાદવ 
 
જદયુના અલગ પડેલા પક્ષના વડા શરદ યાદવે કહ્યું હતું કે તેઓનો પક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ સાથે ગઠબંધન રચીને લડશે જેથી ભાજપ સામે લડનારા પક્ષોની સંખ્યા અને મતવિભાજન ઘટાડી શકાય. યાદવે કહ્યું હતું કે તેમણે કોંગ્રેસના નાયબ વડા રાહુલ ગાંધી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી અને સૂચન કર્યું હતું કે ગઠબંધન રચવામાં આવે જેથી વિપક્ષમાં શક્ય તેટલા ભાગલા ઘટાડીને મત વિભાજન ઘટાડી શકાય.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments