Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલા પીરિયડથી પરેશાન થઈને સગીરાએ કરી આત્મહત્યા, મુંબઈની આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2024 (13:06 IST)
મુંબઈ(Mumbai)ના માલવણી વિસ્તારમાં એક 14  વર્ષની કિશોરીની કથિત આત્મહત્યાથી લોકો હેરાન છે. સમાચાર મુજબ કિશોરીને પહેલીવાર પીરિયડ આવ્યો હતો અને તેને ખૂબ દુ:ખાવો થઈ રહ્યો હતો. એવુ કહેવાય છે કે તેનાથી પરેશાન થઈને તેણે આત્મહત્યા કરી લીધી. (Girl suicide after first period). પોલીસે જણાવ્યુ કે મૃતક કિશોરી પીરિયડની ઓછી અને ખોટી માહિતીને કારણે તનાવમાં હતી. 

ઈંડિયન એક્સપ્રેસ સાથે જોડાયેલા વિજય કુમાર યાદવની રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યુ કે 26 માર્ચના રોજ કથિત રૂપે આ કિશોરીએ આત્મહત્યા કરી લીધી. એ સમયે ઘરમાં કોઈ નહોતુ. સગીરાના પડોશી અને સંબંધીઓ તેને કાંદિવલીના સરકારી દવાખાનામાં લઈ ગયા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. 
 
પોલીસની શરૂઆતી પૂછપરછમાં મૃતકના સંબંધીઓએ જણાવ્યુ કે પહેલીવાર પીરિયડ આવવાથી એ પરેશાન હતી. વધુ દુખાવો હોવાને કારણે તે માનસિક તનાવમાં પણ હતી. છાપાના મુજબ એક પોલીસ અધિકારીએ આશંકા બતાવી કે આ કારણે યુવતીએ પોતાનો જીવ લઈ લીધો. 

પોલીસે કહ્યુ છે કે બધા એંગલથી વિચારીને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યુ કે મૃતકના મિત્રો સાથે વાત કરશે અને તેના માનસિક તનાવ વિશે અધિક જાણવાની કોશિશ કરવામાં આવશે. સાથે જ સગીરાની ઓનલાઈન ગતિવિધિઓ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ પછી બોડીને પરિવારજનોને સોંપવામાં આવશે. 
 
Periods શુ હોય છે ?
પીરિયડ કે માસિક ધર્મ મહિલાઓમાં સામાન્ય અને નેચરલ પ્રોસેસ છે. તેમા યૂટરસની અંદરની પરત ખરે છે. તેમા લોહી અને ટિશૂ વઝાઈનામાંથી થઈને બહાર નીકળે છે. આ પ્રક્રિયામાં દુખાવો, તનાવ અને મૂડ સ્વિંગ્સ પણ થઈ શકે છે.  સામાન્ય રીતે આ મહિનામાં એકવાર થાય છે. આમ તો આ એકદમ નેચરલ પ્રોસેસ છે, પણ દુખાવો કે ગભરામણ વધુ થતા ડોક્ટર્સ પાસેથી સલાહ લેવી જોઈએ.  
 
મુંબઈની આ ઘટના ચિંતા ઉભી કરનારી છે. જો પોલીસે જણાવેલ માહિતી સાચી છે તો બીજા પેરેંટ્સ માટે આ સબક છે કે તેમણે પોતાની પુત્રીઓને માસિકચક્ર વિશે શિક્ષિત કરવી જોઈએ. તેને લઈને પરિવાર અને સમાજમાં ખુલેઆમ વાત થવી ખૂબ જરૂરી છે. તમે ન સમજાવી શકો તો એકવાર લેડી ડોક્ટર પાસે જરૂર લઈ જાવ અને કિશોરીઓએ પણ ગભરાવવુ ન જોઈએ કે ગૂગલમાં સર્ચ કરીને કોઈ ગૂગલ જ્ઞાન ન લેવુ જોઈએ. ગૂગલ પર બધી વાતો સાચી હોય એ જરૂરી નથી. તમને પીરિયડસને લઈને કોઈપણ સમસ્યા હોય તો તમે અમને editorial@webdunia.net  પર  લખી શકો છો. અમે તમને ડોક્ટરની સલાહ મુજબ જવાબ આપીશુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં મોર્નિંગ વોકમાં ભૂલથી પણ સાથે ન લઈ જશો આ 3 વસ્તુઓ, ફાયદો થવાને બદલે થશે નુકસાન

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

Egg Fried Rice: માત્ર 10-15 મિનિટમાં બની જશે ટેસ્ટી અને સરળ નાશ્તો

After 10th Diploma in beauty culture- ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર કોર્સની વિગતો

Baby name with g in gujarati- ગ પરથી નામ છોકરી

આગળનો લેખ
Show comments