Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bulli Bai case- મહિલાઓને દેવી માનનારા દેશમાં આ પ્રકારનું કૃત્ય ફગાવી દેવામાં આવ્યું, કોર્ટે નીરજ બિશ્નોઈની જામીન અરજી ફગાવી

Webdunia
રવિવાર, 30 જાન્યુઆરી 2022 (15:33 IST)
દિલ્હીની એક અદાલતે 'બુલ્લી બાઈ' Bulli Bai એપના કથિત નિર્માતા નીરજ બિશ્નોઈની જામીન અરજીને ફગાવી દીધી છે, જેણે જાહેર મંચ પર એક ચોક્કસ સમુદાયની વિવિધ મહિલા પત્રકારો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. અને આરોપી વ્યક્તિ દ્વારા અપમાન માટે નિશાન બનાવવામાં આવ્યો હતો. જે ચોક્કસપણે કોમી સૌહાર્દને પ્રતિકૂળ અસર કરશે.
 
શું છે મામલો Bulli Bai case
સોશિયલ મીડિયા પર હવે એક એપને લઈને બબાલ મચી છે. આ એપનુ નામ બુલ્લી બાઈ છે. આરોપ છે કે આ એપ પર મુસ્લિમ મહિલાઓને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે અને તેમની તસ્વીરો અપલોડ કરવામાં આવી છે. એટલુ જ નહી આરોપ છે કે આ તસ્વીરોનો સોદો થઈ રહ્યો છે. મામલામાં ત્યારે બબાલ મચી જ્યારે એક મહિલા પત્રકારની તસ્વીરોને પણ આપત્તિજનક કંટેટ સાથે શેયર કરવામાં આવી રહી છે. આ મામલાને લઈને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. 
ઉલ્લેખનીય છે કે આરોપ લગાવવામાં આવ્યો છે કે બુલ્લી બાઈ નામના એપ પર મુસ્લિમ મહિલાઓની તસ્વીરો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. તેને સોશિયલ મીડિયા પર હૈશટેગની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે.  મહિલા પત્રકારે આરોપ લગાવ્યો કે તેની સાથે પણ આવુ કરવામાં આવ્યુ છે. તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે.  મામલાને ઉઠાવતા શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શનિવારે કહ્યુ કે હોસ્ટિંગ પ્લેટફોર્મ ગિટહબનો ઉપયોગ કરતા સેકડો મુસ્લિમ મહિલાઓની તસ્વીરોને એક એપ પર અપલોડ કરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments