Webdunia - Bharat's app for daily news and videos

Install App

Salman Khurshid ના પુસ્તક પર હંગામો, નૈનીતાલમાં ઘર પર પથ્થરમારો અને આગચંપી

Webdunia
સોમવાર, 15 નવેમ્બર 2021 (20:40 IST)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા' પરનો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધીના નિવેદનો સુધી દેખાતી આગ હવે તેમના ઘર સુધી પહોંચી ગઈ છે.સોમવારે નૈનીતાલમાં તેમના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું. પથ્થરમારો થયો હતો. સલમાન ખુર્શીદે પોતે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ત્યારપછી આ મામલામાં જુદો વળાંક આવ્યો છે.
 
સલમાન ખુર્શીદના ઘર પર હુમલો કરવાનો આરોપ ભાજપના કાર્યકરો પર લગાવવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બદમાશોના હાથમાં ભાજપનો ઝંડો હતો. તેઓ સાંપ્રદાયિક નારા લગાવી રહ્યા હતા. જ્યારે ખુર્શીદના ઘર પર હુમલો થયો ત્યારે સંજોગવશ પરિવારનો કોઈ સભ્ય ત્યાં હાજર નહોતો. હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોય એવુ જાણવા મળ્યુ નથી. ત્યાં હાજર દરેક લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. સાથે જ સલમાન ખુર્શીદે ઘર પર થયેલા હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને લખ્યું કે આ હિન્દુત્વ નથી. 
 
 
ઘટનાની માહિતી મળતાં પોલીસ પહોંચી 
 
ઘર પર હુમલા બાદ સલમાન ખુર્શીદ તરફથી પોલીસને આ મામલાની જાણકારી આપવામાં આવી હતી. પોલીસે તેના ઘરે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવી દેવામાં આવી હતી. તેના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે
 
હિન્દુત્વને આતંકવાદી સંગઠન સાથે સરખાવીને ગુસ્સો ફાટી નીકળ્યો
 
પુસ્તકમાં, તે આતંકવાદી સંગઠનો ISIS અને બોકો હરામ સાથે હિંદુત્વની તુલના કરવા બદલ હિંદુત્વ સંગઠનો અને ભારતીય જનતા પાર્ટીના હુમલાઓ હેઠળ આવ્યા છે. જ્યારથી તેમનું પુસ્તક બહાર આવ્યું છે ત્યારથી રાજકીય વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ ઘટના બાદ રાજકીય બબાલ વધે અને મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે.
 
વાયરલ વીડિયોમાં  મહિલાનો ડર આવી રહ્યો છે સામે
 
પથ્થરમારાની ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલાઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. સાથે જ  બે યુવકો આગ ઓલવતા જોવા મળે છે. મહિલાને એમ કહેતી સાંભળવા મળે છે કે અમે મજૂર છીએ. તમે અમારા માટે આટલી મોટી સમસ્યા ઊભી કરી દીધી છે. અમે અહીં રોજીરોટી માટે રોકાયા છીએ. અહીં અમારુ કશુ નથી. 
 
મહિલાઓ કહેતી સંભળાય છે કે તમે અમને જોખમમાં મુક્યા છે. તેના પર અન્ય લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે અમે આગ ઓલવવામાં વ્યસ્ત છીએ. આટલી મોટી ઘટના બની છે અને તમે અત્યારે દર્શન આપી રહ્યા છો. અમે હવે ગામ જઈએ છીએ. આના પરથી પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jharkhand Election Voting Live: ઝારખંડની 43 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

Gujarat Vav By Election - આજે ગુજરાતની વાવમાં 'મૂછો'નો જંગ, એક સીટના પરિણામથી નક્કી થશે ત્રણ મોટા નેતાઓનું રાજકીય કદ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કામાં આજે 43 બેઠકો પર થશે મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

આગળનો લેખ
Show comments