Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hyderabad Murder Case: હૈદરાબાદમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, લિવઈનમાં રહેતા પાર્ટનરે પ્રેમિકાને ટુકડામાં કાપીને ફેંકી

Webdunia
ગુરુવાર, 25 મે 2023 (12:59 IST)
Hyderabad Murder Case: દિલ્હીમાં થયેલ ઘાતકી શ્રદ્ધા વોકર હત્યા કેસનું હવે હૈદરાબાદમાં પુનરાવર્તન થયું છે. અહીં પણ એક વ્યક્તિએ તેના લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી અને તેના મૃતદેહને સ્ટોન કટીંગ મશીનથી કાપીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધુ.
 
એક હત્યા કેસની તપાસ દરમિયાન પોલીસ તપાસમાં આ સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ મૃતકના પગ અને હાથ તેના ઘરના રેફ્રિજરેટરમાં રાખ્યા હતા અને દુર્ગંધથી બચવા માટે જંતુનાશક અને પરફ્યુમનો છંટકાવ કર્યો હતો.
 
શુ છે પુરો મામલો  ? 
 
સમગ્ર ઘટનાક્રમ પ્રમાણે, 17 મેના રોજ હૈદરાબાદ પોલીસને શહેરમાં મુસી નદી પાસે એક કપાયેલું માથું હોવાની જાણ થઈ. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો બુધવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. હકીકતમાં, 48 વર્ષીય આરોપી ચંદ્ર મોહનને 55 વર્ષીય કૃતિકા યારામ અનુરાધા રેડ્ડી સાથે છેલ્લા 15 વર્ષથી ગેરકાયદેસર સંબંધો હતા. પતિથી અલગ થયેલી આ મહિલા દિલસુખનગરની ચૈતન્યપુરી કોલોનીમાં ચંદ્ર મોહન સાથે તેના ઘરે રહેતી હતી.
 
કૃતિકા 2018 થી જરૂરિયાતમંદોને વ્યાજ પર પૈસા ઉધાર આપવાનો વ્યવસાય કરતી હતી. આરોપીએ ઓનલાઈન બિઝનેસ કરવા માટે મૃતક પાસેથી આશરે રૂ. 7 લાખ પણ લીધા હતા અને આ પૈસાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે મહિલાએ તેના પર પૈસા માટે દબાણ કર્યું, ત્યારે તેણે તેની સાથે દુશ્મનીની ગાંઠ બાંધી લીધી અને તેની હત્યા કરવાની યોજના બનાવી. 12 મેના રોજ, આરોપીએ તેના ઘરે ઝઘડો કર્યો હતો અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો, તેણીને છાતી અને પેટ પર ઘા માર્યા હતા, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું.
 
...અને પછી પથ્થર કાપવાનું મશીન ખરીદ્યું'
હત્યા કર્યા પછી, આરોપીઓએ લાશના ટુકડા કરી તેનો નિકાલ કરવા માટે બે નાની સ્ટોન કટીંગ મશીન ખરીદી હતી. તેણે ધડથી માથું કાપીને કાળા પોલિથીન કવરમાં રાખ્યું હતું. પછી તેણે તેમના પગ અને હાથ અલગ કર્યા અને ફ્રીજમાં રાખ્યા. 
 
15 મે ના રોજ  
 
15 મેના રોજ તે મૃતકનું કપાયેલું માથું એક ઓટોરિક્ષામાં મુસી નદી પાસે લાવીને ત્યાં ફેંકી દીધું હતું. ત્યારપછી આરોપી મોહને ફિનાઈલ, ડેટોલ, અત્તર અગરબત્તી અને કપૂર ઓન લાઈન મંગાવ્યા  અને મૃતકના શરીરના ભાગો પર નિયમિતપણે છંટકાવ કર્યો જેથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ન ફેલાય. તેણે ઓનલાઈન વીડિયો જોઈને બોર્ડી પાર્ટ ડિસ્પોઝ કરવાની ટિપ્સ જોઈ. 
 
પોલીસના જણાવ્યા અનુસાર, તે મૃતકના મોબાઈલ ફોન પરથી મેસેજ મોકલતો રહ્યો જેથી તેને જાણતા લોકો માની લે કે તે જીવિત છે અને ક્યાક બીજે રહે છે. પરંતુ 17 મેના રોજ, મુસી નદી પાસે અફઝલ નગર કોમ્યુનિટી હોલની સામે કચરાના ઢગલામાં સફાઈ કામદારોનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ પછી મલકપેટ પોલીસે કેસ નોંધ્યો અને તેને ઉકેલવા માટે આઠ ટીમો બનાવી.
 
સીસીટીવી સ્કેનીંગમાંથી મળી  માહિતી
સીસીટીવી ફૂટેજ અને અન્ય તપાસને સ્કેન કર્યા બાદ પોલીસે આરોપીની ઓળખ કરી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસે પીડિતાના શરીરના બાકી અંગો તેના ઘરેથી કબજે કર્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. સાઉથ ઈસ્ટ ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર રૂપેશ ચેન્નુરીએ જણાવ્યું કે પોલીસે આ હત્યા કેસમાં શેરબજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરતા અવિવાહિત વ્યક્તિ બી ચંદ્ર મોહનની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments