Webdunia - Bharat's app for daily news and videos

Install App

River Campaign - સદ્દગુરૂ જગ્ગી વાસુદેવે ચલાવ્યુ નદીઓને પુનર્જીવિત કરવાનુ રાષ્ટ્રીય અભિયાન

નદી અભિયાન - ભારત કલ્યાણ

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (10:40 IST)
આ કોઈ વિરોધ નથી. આ કોઈ આંદોલન નથી. આ અમારી સૂકાતી નદીઓ વિશે જાગૃતતા પેદા કરવાનુ જન અભિયાન છે. દરેક કોઈ જે પાણીનો ઉપયોગ કરે છે. તેને નદી અભિયાનમાં સામેલ થવુ જોઈએ. 
 
ઈશા ફાઉંડેશનના સંસ્થાપાક સદ્દગુરૂએ ભારતીય નદીઓને પુનર્જીવિત કરવાની તત્કાલ જરૂરિયાત વિશે લોકોની અંદર જાગૃતતા ઉભી કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન શરૂ કરતી વખતે આ વાત કરી. જન જન જાગૃત કર્વા માટે સદ્દરુ કન્યાકુમારીથી લઈને હિમાલય સુધી પોતે ગાડી ચલાવતા 16 રાજ્યોમાંથી પસાર થયા. આ અભિયાનમાં સમાજન દરેક તબકાને સામેલ કરવા માટે 21 મોટા કાર્યક્રમ અને અગણિત નાના-મોટા કાર્યક્રમ થશે. જે ઓનલાઈન પણ થશે અને ઓફ લાઈન પણ. 
 
અભિયાનના સમર્થન માટે 13 મુખ્યમંત્રી નદી અભિયાનના કાર્યક્રમોમાં સામેલ થશે. આ રેલીને કેન્દ્રીય પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી માનનીય ડો. હર્ષવર્ધન 3 સપ્ટેમ્બરના રોજ કોયંબટૂરમાં ધ્વજા બતાવીને રવાના કરશે. રેલીના સમાપન 2 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં રાજનીતિ નીતિ વ્યવસાય ફિલ્મ અને રમત જગતની હસ્તિયોની હાજરીમાં થશે. 
પર્યાવરણ વૈજ્ઞાનિકો અને કાનૂનવિદોની એક વિશેષજ્ઞ સમિતિ એક વ્યાપક નીતિ દસ્તાવેજ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. નીતિના મુદ્દામાં આપણી નદીઓને પુનર્જીવીત કરવાનુ એક ખૂબ જ સરળ પણ પ્રભાવશાળી ઉપાય બતાવાયો છે. નદીઓને બંને બાજુ એક કિલોમીટરની પહોળાઈમાં (અને ઉપનદીઓમાં અડધા કિલોમીટર સુધી) ઝાડ લગાવવા.  સરકારી જમીન પર જંગલના વૃક્ષ લગાવવા. સરકારી જમીન પર જંગલના વૃક્ષ લગાવી શકાય છે અને ખેતી ભૂમિ પર ઝાડ આધારિત ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવશે.. તેનાથી પાક્કુ થશે કે ભીની માટીથી  નદીઓને વર્ષ ભર પાણી મળશે અને પૂર.. દુકાળ અને માટીના કપાતમાં કમી આવશે. 
 
ઈશા ફાઉંડેશનના પરમાર્થથી મધ્યપ્રદેશ સરકારે અન્ય વસ્તુઓ સાથે જાગૃતતા ઉભી કરવા અને વૃક્ષારોપણ માટે કે જન આંદોલન શરૂ કર્યુ છે. જેથી નર્મદા નદીમાં નવોજીવ નાખી શકાય. ગોદાવરી નદીના પુનર્જીવન અને 50 કરોડ વૃક્ષ લગાવવા માટે 1 જુલાઈ 2017ના રોજ ઈશા ફાઉંડેશનના મહારાષ્ટ્ર સરકાર સાથે એક સમજૂતી જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા. 
 
નદી અભિયાનના લાખો લોકો તરફથી સમર્થન મળવાની આશ્સા છે. જેમા નદીઓના પુનર્જીવિત કરવાની કે વ્યાપક નીતિને જન સમર્થનના પ્રતીક રૂપમાં એક ટોલ ફ્રી નંબર (80009 80009)   પર મિસ્ડ કોલ આપવાનો છે. યુવાઓ પંચાયત સભ્યો અને ઈશા ફાઉંડેશનના સ્વયંસેવકો દ્વારા પ્રેરિત એક રાષ્ટ્રવ્યાપી જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. 
 
નદી અભિયાનને જોરદાર પ્રતિકિયા મળી છે. જેમા રાજનીતિક દળોથી લઈને સમાજના બધા વર્ગો અને ક્ષેત્રોના લોકોનો સમાવેશ છે. આ અભિયાનને 30 કોર્પોરેટ કંપનીઓ ઉપરાંત સીમા સુરક્ષા બળ, ઈપકો, આઈઆરસીટીસી, કર્ણાટક બેંક, રિટેલર્સ એસોસિએશન ઓફ ઈંડિયા વર્લ્ડ એક્વા ફાઉંડેશન, માઈક્રો ફાઈનેંસ એસોસિએશન, ઈંડિગો એયરલાઈંસ, ડીએવી સ્કૂલ્સ, સ્પિક મૈકે, એંડુકૉમ્પ સોલ્યૂશંસને સમર્થન પણ મળ્યુ છે. 
 
નદી અભિયાનના મહત્વને સમજાવતા સદ્દરુએ કહ્યુ, ફક્ત એક વીડિયો એક પેઢીમાં આપણી  બારમાસી નદીઓ મોસમી થઈ ગઈ છે.  અનેક નાની નદીઓ પહેલા જ સુકાય ગઈ છે. જો આ ગંભીર સ્થિતિને બદલવા માટે આપણે હાલ પગલા નહી ઉઠાવીએ તો આપણી આગામી પેઢીને સંઘર્ષ અને કમીની વિરાસત જ આપી શકીશુ. 
 
 
જીવનના દરેક ક્ષેત્રની વ્યક્તિ - તમામ રાજનીતિક દળના નેતા, ધાર્મિક નેતા, બોલીવુડ, કન્નડ, તમિલ, ફિલ્મ અભિનેતા ક્રિકેટર અને કોર્પોરેટ પ્રમુખ બધાએ ટ્વિટર પર નદી અભિયાનને સમર્થન આપવાનુ વચન આપ્યુ છે. 
 
અભિનેત્રી જુહી ચાવલાએ 80009 80009 મિસ્ડ કોલ આપવાની અપીલ સાથે નદી અભિયાનને સમર્થન આપવાનુ ટ્વીટ કર્યુ છે. આ ઉપરાંત અનુપમ ખેર, ઋષિ કપૂર, મધુ, દિયા મિર્જા, મનોજ વાજપેયી, રાકેશ ઓમપ્રકાશ મેહરા, શેખર કપૂર, તનીષા મુખર્જી, શંકર મહાદેવન, પ્રસૂન જોશી, તનુજા શિખર ધવન, આનંદ મહિન્દ્રા, કિરણ મજમુદાર શૉ, મિતાલી રાજ એક્ટર રાધિકા અને માસ્ટર શેફ સંજીવ કપૂરે પણ સમર્થનની વાત કરી છે. 
 
સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબુક પર મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે નદી અભિયાન વિશે સ્કૂલી બાળકોને વાત કરતા સદ્દગુરૂનો એક વિડીયો શેર કર્યો છે અને કહ્યુ કે આ વીડિયોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. જેમા આપણી નદીઓની આગામી 20 વર્ષમાં દુદર્શા વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
 
આરએસએસ પ્રમુખ પ્રમુખ ડો. મોહન ભાગવતે સદ્દગુરૂએ ટ્વીટ કરતા લખ્યુ અમે આ મિશનમાં તમારી સાથે છીએ. ઓલ ઈંડિયા ઈમામ સંગઠનના પ્રમુખ ઈમામ ઉમર અહમદ ઈલિયાસીએ ટ્વિટર પર સદ્દગુરૂની સાથે પોતાની તસ્વીર શેર કરતા આ મહાન ઉદ્દેશ્ય માટે પોતાનુ પુરુ સમર્થન આપવાની વાત કરી. 
 
પછી સદ્દગુરૂરે ટ્વીટ કર્યુ કે પાણીનો ઉપયોગ કરનારા દરેક કોઈએ નદી અભિયાનમાં જરૂર ભાગ લેવો જોઈએ.  ચાલો મળીને આ શક્ય કરી બતાવીએ. એડ્રૂકોમ્પ સોલ્યુશેંસ, ડીએવી સ્કૂલ્સ વિદ્યા ભારતી સ્કૂલ , કૈમલિન અને નિકલેડિઆન ઈંડિયાની ભાગીદારીમાં ભારતના લગભગ 100,000  શાળામાં ભારતની નદીઓને પુનર્જીવિત કરવાની જરૂરિયાત અને શક્યત સમાધાન પર રચનાત્મક લેખન અને કલા પ્રતિયોગિતા શરૂ થઈ છે. 
 
આ બધી શાળામાં અસેબલી સમય નદી સ્તુતિ અને ત્યારબાદ સદ્દગુરૂ અને વીરેન્દ્ર સહવાગની એક અપીલ બતાવવામાં આવશે. શેખર કપૂર રાકેશ ઓમપ્રકાશ મેહરા અને પ્રહલાદ ક્ક્કડના સહયોગથી નદી અભિયાન પર એક રાષ્ટીય શોર્ટ ફિલ્મ કૉમ્પીટીશન પણ શરૂ કરી રહ્યા છે. 9 જુલાઈના રોજ આ અભિયાનની શરૂઆતમાં લગભગ 6000 ઈશા સ્વંયસેવકોની સાથે સદગુરૂ ભારતના માનચિત્રના આકારમાં એક વિશાળ હ્યૂપન ફોરમેશનમાં સામે આવ્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Aashna Shroff: કોણ છે આશના શ્રોફ જેણે અરમાન માલિક સાથે કરી લીધા લગ્ન, યૂટ્યુબ પર કમાવી રહી છે આટલા પૈસા

Mahakumbh 2025 - પ્રયાગરાજ મહાકુંભ 2025 માં કેવી રીતે પહોંચીએ

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

વધુ જુઓ..

નવીનતમ

Breakfast recipe- પોટેટો લોલીપોપ

Home Remedies - ફટકડી અને લીંબુ આ સમસ્યાઓથી આપે છે રાહત, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત

Door Shine tips- શું તમારા ઘરના લાકડાના દરવાજા જૂના દેખાવા લાગ્યા છે? નાળિયેર તેલની આ સરળ યુક્તિથી તમે નવા જેવા દેખાઈ શકો છો.

Year Beginer - વર્ષ 2025માં આ યોગાસનોને તમારી દિનચર્યામાં સામેલ કરો, માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.

રામપુરી તાર કોરમા

આગળનો લેખ
Show comments