Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live - અમદાવાદમાં PM મોદીનો રોડ સ્વાગત, લોકોએ કર્યુ ઉમળકાભેર સ્વાગત

todays news
Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2022 (13:46 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. કોરોનાકાળ પછી આ પહેલીવાર છે જ્યારે મોદી ગુજરાતમાં કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી આજે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ એરપોર્ટથી ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' સુધી રોડ શો કરશે. આ દરમિયાન તેમના સ્વાગત માટે લગભગ 4 લાખ લોકો એકઠા થશે. જેમાં વિવિધ સમાજ, સંસ્થાઓ, એનજીઓ અને ભાજપના કાર્યકરોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. 'કમલમ'માં વડાપ્રધાન ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે. આ પછી, સાંજે, સરપંચો સંમેલનમાં હાજર રહેશે, જેમાં લગભગ 1.50 લાખ લોકો ભાગ લેશે.
 
ખેલ મહાકુંભ માટે 46 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી
12 માર્ચે વડાપ્રધાન મોદી નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની શરૂઆત કરશે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 1100 કલાકારો સાથે ભવ્ય રોશનીનો કાર્યક્રમ પણ યોજાશે. આમાં ખેલાડીઓ ઉપરાંત અન્ય રમતો સાથે જોડાયેલા લોકો પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, સરદાર સ્ટેડિયમ સિવાય રાજ્યમાં 500 થી વધુ સ્થળોએ ખેલ મહાકુંભ યોજાશે. આ માટે 46 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
 
ગૃહમંત્રીએ 'કમલમ'માં સુરક્ષાની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચે ગુજરાતની બે દિવસીય મુલાકાતે એરપોર્ટથી સીધા ગાંધીનગર કમલમ ઓફિસ જશે. જેના કારણે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે કમલમની ઓફિસે પહોંચ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સંઘવીએ ઓફિસમાં જ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, ગાંધીનગર એસપી મયુર ચાવડા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.
 
કમલમમાં ભાજપના નિશાન ધરાવતા લોકેટ અને મંગળસૂત્રનું વેચાણ
પીએમ મોદીની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. સામાન્ય રીતે આવા પ્રસંગે ભાજપના કાર્યકરો ભાજપના ખેસ અને ઝંડા સાથે જોવા મળે છે. પરંતુ, આ વખતે ભાજપના દુપટ્ટાની સાથે કમલમ ઓફિસની બહાર લોકેટ અને મંગળસૂત્ર પણ વેચાઈ રહ્યા છે.
 
પીએમ મોદી 11 માર્ચનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
એરપોર્ટથી કમલમ ઓફિસ સુધી તેમનો ભવ્ય રોડ શો યોજવામાં આવશે.
ભાજપની ટીમની સાથે ધારાસભ્યો, સાંસદો અને જરૂરી પદાધિકારીઓ પણ રોડ શોમાં ભાગ લેશે.
ત્યારબાદ પીએમ મોદી કાર્યાલયમાં ગુજરાતના ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે અને નેતાઓ સાથે લંચ લેશે.
ત્યારબાદ તેઓ સાંજે રાજભવન જશે અને ત્યાંથી તેઓ જીએમડીસીમાં સ્થાનિક સંસ્થાની ગુજરાત પંચાયત જનરલ કોન્ફરન્સમાં ભાગ લેશે.
 

12:56 PM, 11th Mar
શહેર પોલીસે યુથ કોગ્રેસના કાર્યકરોની કરી અટકાયત
 
પ્રધાનમંત્રી મોદીનો કાફલો રોકી કાળા ઝંડા દર્શાવાનો હતો કાર્યક્મ
 
પોલીસે ગઇકાલે રાત્રે કરી અટકાયત
 
જયમીન સોનારા વટવા જીઆઇડીસી પોલીસ મથક
 
ગૌરાંગ મકવાણા ખોખરા પોલીસ મથક અને ભાવેશ ગર્જરને અમરાઇવાડી પોલીસ મથકે ડીટેઇન કરાયા

12:55 PM, 11th Mar
 PM ના સ્વાગત માટે ગાંધીનગર માં  માનવ મેહરામણ ઉમટયુ 
 
- કોબા સર્કલની આસપાસ 2 કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ 
 
- મોટી સંખ્યામાં છેવાળાના કાર્યકરો ગાંધીનગર પહોચ્યા

11:54 AM, 11th Mar


11:53 AM, 11th Mar


10:08 AM, 11th Mar

પીએમ મોદી 11 માર્ચનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
એરપોર્ટથી કમલમ ઓફિસ સુધી તેમનો ભવ્ય રોડ શો યોજવામાં આવશે.
ભાજપની ટીમની સાથે ધારાસભ્યો, સાંસદો અને જરૂરી પદાધિકારીઓ પણ રોડ શોમાં ભાગ લેશે.
ત્યારબાદ પીએમ મોદી કાર્યાલયમાં ગુજરાતના ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે અને નેતાઓ સાથે લંચ લેશે.
ત્યારબાદ તેઓ સાંજે રાજભવન જશે અને ત્યાંથી તેઓ જીએમડીસીમાં સ્થાનિક સંસ્થાની ગુજરાત પંચાયત જનરલ કોન્ફરન્સમાં ભાગ લેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

આગળનો લેખ
Show comments