પાકિસ્તાનમાં રવિવારે જબરદસ્ત રાજકીય હલચલ જોવા મળી હતી, રાજધાની ઈસ્લામાબાદમાં માત્ર રાજકીય ગતિવિધિઓ જ નથી થઈ પરંતુ સુબા-એ-પંજાબમાં પણ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો.
રવિવારે પંજાબ પ્રાંતની વિધાનસભામાં મહિલા ધારાસભ્યો એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. ડૉન ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં મહિલાઓ એકબીજા સાથે લડતી જોવા મળી રહી છે.