rashifal-2026

Mumbai Rain Alert: મુંબઈવાસીઓને હાલ નહી મળે વરસાદથી રાહત, 20 ઓગસ્ટ સુધી નૉન સ્ટોપ ગરજશે વરસાદ, મોસમ વિભાગે જાહેર કર્યુ એલર્ટ

Webdunia
સોમવાર, 18 ઑગસ્ટ 2025 (16:15 IST)
mumbai rain alert
મહારાષ્ટ્રના મુંબઈમાં રાતભર સતત વરસાદ પડ્યા બાદ સોમવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરિ, સતારા, કોલ્હાપુર અને પુણે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે મુંબઈમાં વરસાદ સંબંધિત ઘણી ઘટનાઓ બની હતી. જેમાં શોર્ટ સર્કિટ, ઝાડ કે ડાળીઓ પડવા અને દિવાલ ધરાશાયી થવાનો સમાવેશ થાય છે. જોકે, સારી વાત એ છે કે અત્યાર સુધી કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. રવિવારે સાંજે દક્ષિણ મુંબઈના પ્રભુ ગલીમાં બે માળની ઇમારતની સીડીનો એક ભાગ તૂટી પડ્યો હતો.
<

For the first time in last several years the predictions of heavy rains are a reality… this is Ghansoli in Navi Mumbai. Its pouring non stop #MumbaiRains pic.twitter.com/fR8hdzdSp0

— Devesh Kumar (@deveshkumar2003) August 18, 2025 >
ક્યા કેટલો વરસાદ  ? 
બીએમસીની રિપોર્ટ મુજબ, રવિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ટાપુ શહેરમાં સરેરાશ 23.81 મીમી, પૂર્વીય ઉપનગરોમાં 25.01 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 18.47 મીમી વરસાદ પડ્યો હતો. કેટલાક સ્થળોએ 40-45 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ છતાં,  IMD એ રવિવારે સવાર સુધીમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાવ્યો હતો. ક્યારેક હળવો વરસાદ અને ક્યારેક ભારે વરસાદ પડ્યો હતો. જોકે, મધ્ય રેલ્વે પર લોકલ ટ્રેનો સોમવારે સવારે થોડી મોડી દોડી હતી, પરંતુ અધિકારીઓએ વિલંબનું કારણ સ્પષ્ટ કર્યું નથી.
<

Still flooded Kirol road, please take care of travelling from Vidyavihar to Kurla/Kohinoor between Don Bosco to Dhanraj area #MumbaiRains #MumbaiRain pic.twitter.com/37cpbSkhqt

— Fabian Rose (@fabianrose) August 18, 2025 > async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મુંબઈની સાથે, IMD એ આજે દહાણુ, વિક્રમગઢ, અલીબાગ, રાયગઢ રિઝર્વ, શ્રીવર્ધન, હરનાઈ, દાપોલી, રત્નાગિરિ, વિજયદુર્ગ, દેવગઢ, મિતભવ બીચ, સિંધુદુર્ગ, માલવણ, શ્રીરામવાડી, વેંગુર્લા અને સાવંતવાડી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મુંબઈમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. IMD ની શહેરવાર આગાહી મુજબ, 23 ઓગસ્ટ સુધી શહેરમાં હળવો વરસાદ ચાલુ રહેશે. આજે, મુંબઈમાં મહત્તમ તાપમાન 26.5°C અને લઘુત્તમ તાપમાન 24°C ની આસપાસ રહેશે.

<

#MondayMotivation#MumbaiRain#MumbaiRains

Due to Heavy Rains Water Logging already started in many areas in Mumbai pic.twitter.com/IwuyI0daaJ

— Khan (@Khanmohammed12) August 18, 2025 >
 
મોસમ વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ 
આઈએમડીએ શનિવારે મુંબઈને રેડ એલર્ટ પર મુક્યુ હતુ,  જ્યા કેટલાક વિસ્તારોમાં 200 મિમીથી વધુનો વરસાદ નોંધાયો.  શહેરમાં રાતભર પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકલ ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. શનિવારે પૂર્વીય ઉપનગરોના વિક્રોલી પાર્કસાઇટ વિસ્તારમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. મધ્ય અને પશ્ચિમ રેલ્વે લાઇન પર અનેક સ્થળોએ પાટા પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન સેવાઓ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. IMD એ રવિવારે 'નારંગી' ચેતવણી જારી કરી હતી, જેમાં મુંબઈ અને પડોશી થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રહેવાની આગાહી કરવામાં આવી હતી.
 
આ જીલ્લાઓમાં રેડ એલર્ટ  
IMD એ  મધ્ય મહારાષ્ટ્ર સબડિવિઝનના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે જેમા અહિલ્યાનગર, ધુલે, જલગાંવ, નાદુરબાર, પુણે, સતારા, સાંગલી, સોલાપુર, કોલ્હાપુર અને નાસિકનો સમાવેશ થાય છે. 19 ઓગસ્ટ સુધી વાવાઝોડાં, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. બીડ, છત્રપતિ સંભાજીનગર, ધારાશિવ, હિંગોલી, ઝાલના, લાતુર, નાંદેડ અને પરભણી સહિતના મરાઠવાડા સબડિવિઝનને આજે ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને આવતીકાલે ભારે અને હળવા વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ પર મુકવામાં આવ્યુ છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

આગળનો લેખ
Show comments