Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા-વિધાનસભા, પંચાયત ચૂંટણી એક સાથે થવી જોઈએ, જાતિગત રાજનીતિ દેશનું દુર્ભાગ્ય - મોદી

Webdunia
શનિવાર, 20 જાન્યુઆરી 2018 (10:33 IST)
નરેન્દ્ર મોદીએ બધી ચૂંટણીઓ (લોકસભા, વિધાનસભા, લોકલ બોડી અને પંચાયત ચૂંટણી) એકસાથે કરાવવાની વાત કરી છે. એક ચેનલને આપેલ ઈંટરવ્યુમાં તેમણે એ પણ કહ્યુ કે જે જાતિગત રાજનીતિ થઈ રહી છે એ દેશનુ દુર્ભાગ્ય છે. 
 
ચૂંટણી તહેવારની જેમ 
 
- ન્યૂઝ એજંસી મુજબ લગભગ એક કલાકના ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ ચૂંટણીને તહેવારો ખાસ કરીને હોળી જેવી હોવી જોઈએ. મતલબ તમે એ દિવસે કોઈના પર રંગ કે કીચડ ફેંકો અને બીજા દિવસ સુધી ભૂલી જાવ. 
- મોદી મુજબ દેશ હંમેશા ઈલેક્શન મોડમાં રહે છે. એક ચૂંટણી પુરી થઈ કે બીજી શરૂ થઈ જાય છે. 
- મારો વિચાર છે કે દેશમાં એક સાથે મતલબ 5 વર્ષમાં એક વાર સંસદીય, વિધાનસભા, સિવિક અને પંચાયત ચૂંટણી થવી જોઈએ. એક મહિનામાં જ બધી ચૂંટણીઓ પતાવી દેવામાં આવે. 
- તેનાથી પૈસા, સંસાધન, મૈનપાવર તો બચશે જ સાથે જ સિક્યોરિટી ફોર્સ, બ્યૂરોક્રેસી અને પોલિટિકલ મશીનરીને દર વર્ષે ચૂંટણી માટે 100-200 દિવસ માટે આમથી તેમ મોકલવા નહી પડે. 
-  તેમણે વધુમાં જણાવ્યું કે, સમસ્યા એ છે કે, ઓફિસની બહાર દુકાન લગાવનારા વ્યકિતની કમાણીને આપણે રોજગારીમાં સામેલ નથી કરતા. તે કોઈપણ આંકડામાં સામેલ નથી હોતા. બેરોજગારી દૂર કરવા માટે તેમણે જણાવ્યું,'આપણે સાચી દિશામાં  છીએ.  યુવાશકિતને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યાં છીએ. અમે દુનિયામાં થનારી જરૂરિયાતોના હિસાબે સ્કિલ ડેવલપમેન્ટ કરી રહ્યાં છે.' 
- વડાપ્રધાને જણાવ્યું કે પહેલા ટેન્ડર નીકળતા હતાં. મોટા-મોટા લોકોને જ તક મળતી હતી. હવે GEM ઓનલાઇન પોર્ટલ બનાવ્યું છે. તેના દ્વારા હવે દૂરના વિસ્તારમાં  કોઇ વસ્તુ વેચી શકે છે. તેમણે ઉદાહરણ તરીકે જણાવ્યું કે સહકારી સમિતીઓમાં કામ કરનારી મહિલાઓ સરકારને અનેક સામાન પહોંચાડી રહી છે. જે પહેલાની સરખામણીમાં સરકારને સસ્તો પડી રહ્યો છે. 
 
 
જાતિગત રાજનીતિ દેશ માટે ખતરનાક 
 
- મોદીએ કહ્યુ કે જાતિગત રાજનીતિ દેશ માટે ખતરનાક છે. જો આવુ અત્યાર સુધી ચાલી રહ્યુ છે તો એ દેશનુ દુર્ભાગ્ય છે. 
- જીડીપીમાં ઘટાડાને લઈને થઈ રહેલ આલોચના પર કહ્યુ કે કોઈએ આ આલોચનાને ખરાબ ન માનવી જોઈએ. આ લોકતંત્રની તાકત છે. દરેક વસ્તુનુ એનાલિસિસ થવુ જોઈએ. સારા કામના વખાણ અને ખરાબ કામની આલોચના થવી જોઈએ. 
- પણ અનેકવાર આલોચના આલોચના ન રહીને આરોપ પ્રત્યારોપ બની જાય છે.  આ સારુ છે કે દેશમાં જીડીપી, એગ્રીકલ્ચરલ-ઈંડસ્ટ્રીયલ ગ્રોથ અને સ્ટોક માર્કેટના વિશે ચર્ચા ચાલી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

વધુ જુઓ..

નવીનતમ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

આગળનો લેખ
Show comments