Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE: જયલલિતાની એંજિયોપ્લાસ્ટી થઈ,અપોલોની જોઈંટ મેનેજીંગ ડાયરેક્ટર સંગીતા રેડ્ડીએ કહ્યુ અમારી બધી કોશિશો છતા સીએમ જયલલિતાની હાલત ગંભીર છે

Webdunia
સોમવાર, 5 ડિસેમ્બર 2016 (11:40 IST)
અહીના અપોલો હોસ્પિટલમાં હાર્ટ એટેક આવ્યા પછી જયલલિતાની હાલત નાજુક છે. સોમવારે વહેલી સવારે 3:40 તેની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. ચેન્નઈમાં વ્યવસ્થા સાચવવા માટે સીઆરપીએફને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. ચેન્નઈથી લાઈવ અપડેટ્સ.. 



- સમગ્ર પોલીસ ફોર્સ રિઝર્વ આર્મ્ડ ફોર્સેજની કંપનીઓ, તમિલનાડુ સ્પેશ્યલ પોલીસ તૈયાર છે. ગ્રીમ્સ રોડ જ્યા અપોલો હોસ્પિટલ છે ત્યા સુરક્ષા વધારવામાં આવી છે. 
- અપોલો હોસ્પિટલ સોમવારે બપોરે જાહેર થયેલ એક મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે જયલલિતાની હાલત ક્રિટિકલ છે. તે ECMO અને બીજા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 
- એઆઈએડીએમકેની સાંસદ શશિકલાએ કહ્યુ કે જયલલિતાના આરોગ્યને લઈને ટ્રાંસપરેંસી નથી રાખવામાં આવી 
- દિલ્હી એમ્સના સીનિયર ડોક્ટર્સ ચેન્નઈના અપોલો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમને રેગ્યુલર અપડેટ્સ પણ આપવામાં આવી રહ્યા છે. 
- કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂ ચેન્નઈના અપોલો હોસ્પિટલ માટે રવાના થઈ ચુક્યા છે. 
- અપોલોની જોઈંટ મેનેજીંગ ડાયરેક્ટર સંગીતા રેડ્ડીએ કહ્યુ અમારી બધી કોશિશો છતા સીએમ જયલલિતાની હાલત ગંભીર છે. 
- મીડિયા રિપોર્ટ્સ મુજબ તમિલનાડુના ગવર્નર ટૂંક સમયમાં જ અપોલો હોસ્પિટલ પહોંચવાના છે. 
- જયલલિતાની ક્રિટિકલ કંડીશનને કારણે એઆઈએડીએમકેના 37 સાંસદોને લોકસભાની કાર્યવાહીમાં ભાગ નથી લીધો. 
- બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યુ, 'જયલલિતાનુ આરોગ્ય જલ્દીથી જલ્દી ઠીક થઈ શકે  એ માટે પ્રાર્થના કરુ છુ." 
- ઈલાહાબાદમાં પણ જયલલિતાના આરોગ્ય માટે સમર્થક પૂજા કરી રહ્યા છે. 
- એમ્સના સ્પોક્સપર્સને કહ્યુ - જયલલિતાની હાલત હજુ પણ ખૂબ જ નાજુક છે. તેમને ECMO અને બીજા લાઈફ સપોર્ટ સિસ્ટમ્સ પર મુકવામાં આવ્યા છે. તેમના આરોગ્ય પર નજર રાખવામાં આવી રહી છે. 
- તમિલનાડુના કોંગ્રેસ ચીફ તિરુનાવુકારાસરે કહ્યુ કે જયલલિતાની હાલત સ્થિર છે અને તે સંકટમાંથી બહાર છે. 
- AIADMKમાંથી બહાર કરવામાં આવેલ સાંસદ શશિકલાએ કહ્યુ - લોકો જાણવા માંગે છે કે જયલલિતા જીવંત છે કે નહી. તેમના આરોગ્યને લઈને કોઈ ટ્રાંસપેરેંસી નથી. 
- જયલલિતાના આરોગ્ય વિશે જાણવા માટે આજે ચેન્નઈ જશે વૈકૈયા નાયડૂ 
- હોમ મિનિસ્ટર સ્ટેટ કિરન રિજિજૂએ કહ્યુ તમિલનાડુ માંગે તો અમે મદદ આપવા તૈયાર છીએ. મિનિસ્ટ્રી જાતે પહેલ નથી કરી શકતી. 
 
 
- જયલલિતાના આરોગ્ય વિશે સાંભળીને કુડ્ડાલોર જીલ્લામાં એઆઈએડીએમકે વર્કરનુ મોત થઈ ગયુ 
- કેરલમાં સબરીમાલા મંદિર સહિત અનેક સ્થાન પર સિક્યોરિટી વધારવામાં આવી. કેરલ-તમિલનાડુ બોર્ડર પર પણ સિક્યોરિટી વધારવામાં આવી. 
- તમિલનાડુના ગવર્નર વિદ્યાસાગર રાવે હોમ મિનિસ્ટર રાજનાથ સિંહે જણાવ્યુ કે તમિલનાડુમાં લૉ એંડ ઓર્ડરની હાલત નથી. 
- કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ જયલલિતાના હાલ જાણવા માટે તમિલનાડુના ગવર્નર અને ચીફ સેક્રેટરી સાથે ફોન પર વાત કરી. 
- જયલલિતાના હાલ જાણવા કેન્દ્રીય મંત્રી પોન રાધકૃષ્ણન અને બીજેપી રાજ્યસભા સાંસદ લા ગણેશન એપોલો હોસ્પિટલ પહોંચ્યા.
- એમ્સના જાણીતા કાર્ડિયક સર્જન ડો. સચિન તલવાર, પલમોનોલોજિસ્ટ ડો. જીસી ખિલનાની, એનસ્થેટિસ્ટ ડો. અંજન ત્રિખા અને કાર્ડિયોલોજીસ્ટ ડો. રાજીવ નારંગ ચેન્નઈ રવાના. 
- ચેન્નઈના કાઉંસલેટે અમેરિકી સિટિજંસ અને વીઝા માટે રૂટીન સર્વિસ રોકી. અમેરિકી લોકો માટે સિક્યોરિટી એડવાઈઝરી રજુ કરવામાં આવી. 
AIADMKની સ્પોક્સપર્સન સીઆર સરસ્વતીએ કહ્યુ, "જયલલિતાની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી. ડોક્ટરનુ કહેવુ છે કે ચિંતાની કોઈ વાત નથી. 
- રાજ્યના બધા ધારાસભ્યોને 10.30 વાગ્યે બેઠક માટે બોલાવાયા 
- તમિલનાડુના બધા સાંસદ ચેન્નઈ માટે રવાના થયા 
- એપોલો હોસ્પિટલમાં થઈ રહી છે ઈમરજેંસી કેબિનેટ મીટિંગ.
- તમિલનાડુ સરકારે કેન્દ્રને પૈરા મિલિટ્રી અને રેપિડ એક્શન ફોર્સની ટીમો માટે તૈયાર રાખવા માટે કહ્યુ, જેથી ઈમરજેંસીમાં તેમને તરત જ તમિલનાડુ રવાના કરી શકાય. 
- આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોર્પોરેશને તમિલનાડુ જનારી બધી બસો બંધ કરી છે. જયલલિતાનુ આરોગ્ય બગડ્યા પછી તમિલનાડુમાં તનાવ. તિરુવન્નામલાઈમાં બસો પર થયો પત્થરમારો. 
- સેંટ્રલ હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડાએ કહ્યુ - મિનિસ્ટ્રી એમ્સના કૉન્ટ્રેક્ટમાં છે. ટૂંક સમયમાં જ ડોક્ટરની ટીમ મોકલાશે. અપોલોએ ડોક્ટરની ટીમ મોકલવા કહ્યુ હતુ. 
- ટ્રાફિક પોલીસે એપોલો હોસ્પિટલ જવાનો રસ્તો બંધ કર્યો.. મોટી સંખ્યામાં જયલલિતાના સપોર્ટર પહોંચી રહ્યા હતા. 
- ચેન્નઈમાં જયલલિતાના ઘરની સુરક્ષા વધારવામાં આવી. સિક્યોરિટી ફોર્સે એ વિસ્તારમાં એંટ્રી રોકી દીધી છે. 
- એક સપોર્ટરે કહ્યુ, "અમ્મા ઝાંસીની રાનીથી કમ નથી, તે આ મુશ્કેલીમાંથી પણ બહાર આવશે." 
- તમિલનાડુના ડીજીપીએ બધી પોલીસ ઓફિસરને રિપોર્ટ કરવા માટે કહ્યુ. 
- દિલનુ કામ કરવુ બંધ કરવા પર લગાવ્યુ જાય છે ECMO
- કાર્ડિયાક અરેસ્ટ પછી જયલલિતાને ઈસીએમઓ સિસ્ટર પર મુકવામાં આવ્યા છે. લંગ્સ અને હાર્ટ જ્યારે ઓક્સીજનની સપ્લાય ન કરી શકતા તો તેમને ઈસીએમઓ મશીનની મદદથી બ્લડમાં ઓક્સીજન સપ્લાય કરવામાં આવે છે. તેનો સક્સેસ રેટ 30-50 ટકા માનવામાં આવે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

70 વર્ષના ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હવે તેમની હાલત ?

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

આગળનો લેખ
Show comments