Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રીઓની બસ પર ગોળીબાર, 7 ગુજરાતીઓ ના મોત, અમરનાથ યાત્રા યાત્રા ચાલુ રહેશે

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2017 (23:13 IST)
જમ્મુ કાશમીર ના અનંતનાગ માં આંતંકવાદી ઓએ અમરનાથ યાત્રી ઓ ની બસ ગોળીબાર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદી હુમલામાં 7 ગુજરાતીઓ ના મોટ થયા છે. જયારે 15 થી વધુ  ઘાયલ થયા છે.મળતી માહિતી પ્રમાણે આ દક્ષિણ ગુજરાતની છે. હાલ અમરનાથ યાત્રા ને સ્થગિત કરી દેવામાં આવી છે, અને તમામ યાત્રાળુઓ ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતની કુલ ત્રણ બસ હતી તેમાની એક બસ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કરવામાં આવેલી બસમાં યાત્રિકો વલસાડ જિલ્લાના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હુમલો રાત્રે 8.20 વાગ્યે થયો હતો. આ હુમલામાં 7 યાત્રીકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
 
જણાવવામાં આવી રહ્યું છે કે અમરનાથ યાત્રીકોની બસ બાલ્ટાલથી મીર બજાર તરફ જઈ રહી હતી તે દરમિયાન આતંકીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું. આતંકીઓએ કરેલા ફાયરિંગના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું. પણ આતંકીઓ ભાગવામાં સફળ થયા છે. હુમલામાં ત્રણ પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે. ઘાયલ લોકોને અને પોલીસ જવાનોને શ્રીનગરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસથી આતંકી હુમલાની દહેશનતને પગલે જ યાત્રા બંધ કરવામાં આવી હતી. જે આજે જ શરુ કરવામાં આવી હતી. અને આજે જ આતંકીઓએ યાત્રાને નિશાન બનાવી.. યાત્રાળુઓની બસ બાલતાલથી મીર બજાર જઈ રહી હતી. તે સમયે હુમલો કરવામાં આવ્યો.
 
આ  હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી ચે. જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દવામાં આવ્યો છે. જે બસ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બસ રજિર્સ્ટડ કરવામાં આવી નહોતી.

પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાની નીદા કરતા ઊડો શોક વ્ય઼ક્ત કર્ય઼ઓ છે

<

Pained beyond words on the dastardly attack on peaceful Amarnath Yatris in J&K. The attack deserves strongest condemnation from everyone.

— Narendra Modi (@narendramodi) July 10, 2017


I have spoken to the Governor and Chief Minister of J&K and assured all possible assistance required.
July 10, 2017 >અગાઉ જમ્મુ કાશ્મીરના અલગતાવાદી લીડરોને આવરી લેતા ટેરર ફંડિંગ કેસમાં તપાસ કરી રહેલી તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શ્રીનગરની જામિયા મસ્જિદ અને ઇસ્લામિયા સ્કૂલને નોટિસ ફટકારી છે. આ બંને સંસ્થા હુર્રિયત લીડર મીરવાઈઝ ઉંમર ફારુક સાથે સંબંધ ધરાવે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નોટિસ હાલમાં જ મોકલવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી ત્રાસવાદી ફંડિંગના સંદર્ભમાં અલગતાવાદીઓની એનઆઈએ દ્વારા આકરી પુછપરછ કરવામાં આવ્યા બાદ આ નોટિસ ફટકારવામાં આવી છે. જામિયા મસ્જિદ દરગાહ અને ઇસ્લામિયા સ્કૂલ શિક્ષણ અને ધર્મની જુની ખીણની સંસ્થાઓ છે. દરમિયાન આજે અંકુશરેખા ઉપર ઘુસણખોરીના એક પ્રયાસને સેનાએ નિષ્ફળ બન્યો હતો જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, GJ09z9976 નંબરની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બસ સાબરકાંઠા જિલ્લાના તલોદની હોવાનું સામે આવ્યું છે.  પરંતુ સૂત્રો અનુસાર, વલસાડની ઓમ ટ્રાવેલ્સ બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો થયાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.

mage : ANI

કેવી રીતે થયો હુમલો?

માહિતી અનુસાર આ હુમલામાં આતંકવાદીઓ બાઈક પર આવ્યા હતા અને બસ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, આતંકવાદીઓએ રાત્રીના 8.20 વાગ્યે એક બસ પર ફાયરિંગ કર્યું હતું. આ બસ યાત્રાળુઓને બાલટાલથી મીર બજાર લઇ જઇ રહી હતી. આ હુમલામાં યાત્રિકોની બસને ટાર્ગેટ કરવામાં આવી હતી. જ્યારે બસ બાલતાલથી મીર બજાર તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકીઓએ અલગ-અલગ ત્રણ સ્થળો પર આતંકી હુમલો કર્યો છે. જેમાં યાત્રિકોની બસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમરનાથ યાત્રાની શરૂઆતની પ્રથમ ટીમ અમરનાથ યાત્રા પર છે. ત્યારે આ આતંકી હુમલો થયો 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments