Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાન હવે ગુજરાત સહિત આ રાજ્યોની સીમામાં ઘુસવાની નહી કરી શકે હિમંત, ભારતીય સેનાએ લીધો આ નિર્ણય

પાકિસ્તાન હવે ગુજરાત સહિત આ રાજ્યોની સીમામાં ઘુસવાની નહી કરી શકે હિમંત  ભારતીય સેનાએ લીધો આ નિર્ણય
Webdunia
બુધવાર, 15 મે 2019 (09:42 IST)
. ભારતીય સેનાએ દુશ્મન હવાઈ હુમલાને નિષ્ફળ કરવા માટે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનમાં ગોઠવાયેલ પોતાની એયર ડિફેંસ યૂનિટ્સને પાકિસ્તનની સીમા નિકટ સ્થિત સ્થાન પર લઈ જવાનો નિર્ણય કર્યો છે. સમાચાર મુજબ નિયંત્રણ રેખાને પાર જૈશ એ મોહમ્મદના આતંકી શિબિરોને નિશાન બનાવીને બાલાકોટમાં ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલ એયર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સાથે તાજેતરના સંઘર્ષની આંતરિક સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
ન્યૂઝ એજંસે મુજબ એક ટોચના સેના સૂત્રએ જણાવ્યુ આ વાયુ રક્ષા એકમોને સીમાના નિકટ ગોઠવવવાની સથે અમે દુશ્મન તરફથી કરવામાં આવતા કોઈપણ શક્યત હવાઈ હુમલનો સામનો કરવામાં સક્ષમ થશે અને તેને સીમાના નિકટ જ રોકવામાં આવશે. 
 
સેનાની વાયુ રક્ષા એકમ વર્તમાનમાં લેફ્ટિનેટ જનરલ એપી સિંહના નેતૃત્વમાં કોર ઓફ આર્મી એયર ડિફેંસ (AAD) હેઠળ આવે છે. તેની હથિયાર પ્રણાલીઓમાં ડીઅરડી ઈઝરાયેલ સંયુક્ત ઉદ્યમ એમઆર-એસએએમ સ્વદેશી આકાશ વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી, બોફોર્સ 40 મિમી તોપ અને અન્ય હથિયાર સિસ્ટમ જેવા એસ-125  નિવા/પિકોરા, 2K22 તુંગુસ્કા અને અન્યનો સમાવેશ છે. 
 
એક રિપોર્ટ મુજબ સીમાની નિકટ સામરિક રૂપે મહત્વપૂર્ણ શકરગઢ સેક્ટરમાં લગભગ 300 પાકિસ્તાની ટૈક હજુ પણ ગોઠવાયેલા છે. એયર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને પીઓકેના નિકટ સીમા પર પોતાની સેનાની હાજરી વધારી દીધી છે. જો કે થોડા સમય પછી તેણે આ ટૈંકમાં કપાત કરી  પરંતુ હજુ પણ 124 આર્મર્ડ બ્રિગેડ, 125 આર્મર્ડ બ્રિગેડ અને 8 અને 15 ડિવીઝનની સરહદથી વાપસી કરી નથી. પાકિસ્તાની સેનાની ટુકડીઓ હજુ પણ ત્યાં હાજર છે. આ અંગે એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે આ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની 30 કોરની મદદ માટે ત્યાં એક સ્વતંત્ર રીતે આર્મર્ડ બ્રિગેડ હાજર છે. રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી કહ્યું છે કે પાકિસ્તાને સરહદ પર સૈન્ય ટુકડીઓની જે આક્રમક સંરચના તૈયાર કરી છે, તેમાં તેની મદદ થલ સેનાની હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

વધુ જુઓ..

નવીનતમ

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

આગળનો લેખ
Show comments