Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weather Report: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદ, IMD એ બતાવી શક્યતા

Webdunia
સોમવાર, 15 એપ્રિલ 2024 (10:54 IST)
દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જેને લઈને IMD એ પહેલા પણ અલર્ટ રજુ કર્યુ હતુ. બીજી બાજુ આજે પણ આઈએમડીએ દેશના અનેક ભાગમાં વરસાદને લઈને આશંકા બતાવી છે. મોસમ વિભાગનુ માનીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં ચાલી રહેલ વરસાદ  આગામી 24 થી 48 કલાક દરમિયાન ચાલુ રહેશે. આમાંથી રાહત આવતીકાલે એટલે કે 16મી એપ્રિલે મળી શકે છે. મહેરબાની કરીને નોંધ કરો કે ઘણા રાજ્યોમાં અતિવૃષ્ટિની ઘટનાઓ પણ બની છે.
 
અમદાવાદ શહેરમાં ગઈ કાલે રવિવારે બપોર બાદ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા. ભારે પવન ફૂંકાવાને કારણે વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જ્યારે આજે સોમવારે સવારે ઠંડકનો માહોલ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે અને પારો 40 ડિગ્રી પાર થવાની શક્યતા છે.
 
48 કલાક સુધી વરસાદની આગાહી 
મોસમ વિભાગની માનીએ તો આગામી 48 કલક સુધી પશ્ચિમોત્તર ભારતમાં વરસાદનો પ્રવાહ ચાલુ રહેશે. મોસમ વિભાગે જણાવ્યુ કે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઓલાવૃષ્ટિ થઈ શકે છે. મોસમ વિભાગે કહ્યુ કે લલિતપુર અને ઝાંસી  જીલ્લામાં ઓલાવૃષ્ટિ થઈ શકે છે. બીજી બાજુ મઘ્યપ્રદેશના કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા છે. મઘ્યપ્રદેશના કેટલાક ભાગમાં કરાની શક્યતા બતાવવામાં આવી રહી છે. 
 
સાથે જ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મઘ્યમથી તીવ્ર ગતિથી વાવાઝોડુ જોવા મળી શકે છે. મોસમ વિભાગે જણાવ્યુ કે થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં વીજળી ત્રાટકવાથી ગંગાનગરમાં એક ઝાડ પડી ગયુ. 
 
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઈ કાલે કમોસમી વરસાદની આફતને કારણે અનેક જિલ્લાઓ ભીંજાયા હતા, ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.  16 એપ્રિલથી ફરી એકવાર તાપમાનનો પારો બે ડિગ્રી જેટલું ઉચકાઈ શકે છે, તેથી ગુજરાતવાસીઓને થોડા દિવસની ગરમીથી રાહત બાદ ફરીથી ઉનાળાનું કહેર સહન કરવા તૈયાર રહેવું પડશે. આગામી 48 કલાક બાદ ગુજરાત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણ પૂર્ણ થયા બાદ સૂર્ય ગુજરાતની ધરતીને તપાવશે તેને કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પાર જઈ શકે છે.

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments