Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ એ જ દેશ માટે અસરકારક વેક્સિન પુરવાર થશે

Webdunia
શનિવાર, 11 એપ્રિલ 2020 (10:25 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્ય સરકારોએ લીધેલાં પગલાં અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી.
 
ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા થઇ રહેલ કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યો જે રીતે દિન-રાત સતત મહેનત કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી તેના પરિણામે ભારતને કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 
 
તેમણે કહ્યું કે કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ જ દેશ માટે અસરકારક વેક્સિન પુરવાર થશે. એટલે તેમણે દેશવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સાથે સાથે દેશના તમામ જિલ્લાઓમાં કોવિડ-૧૯ માટેની અલાયદી હોસ્પિટલો સત્વરે કાર્યરત કરીને નોમીનેટ કરવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
 
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લીધેલાં પગલાંઓ અને કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યના ચાર મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે કૉવિડ -૧૯ની ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત થઇ છે. જેમાં ૨૨૦૦ બેડની સુવિધા છે. એ જ રીતે અન્ય ૨૫ સરકારી અને ૩૧ ખાનગી હોસ્પિટલો મળી કુલ ૫૬ હોસ્પિટલોને કૉવિડ -૧૯ની સારવાર માટે આરક્ષિત કરવામાં આવી છે. 
 
જેમાં ૬૨૦૦ બેડ મળી રાજ્યમાં હાલ કુલ ૮૪૦૦ બેડની ઉપલબ્ધી કરાવવામાં આવી છે. ગંભીર દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં ૧૪૩૮ અને ખાનગી સંસ્થાઓમાં ૧૭૦૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવના વધુ કેસ જોવા મળ્યા છે તે વિસ્તારમાં ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટની સઘન હાથ ધરાઇ છે. આ વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન નિર્ધારિત કરીને સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના ૫૩ ક્લસ્ટરમાં ૩,૯૦,૨૦૭ વસ્તીનું સર્વેલન્સ કરાયું છે. તે પૈકી ૨૦૧૨ સેમ્પલ લેતા તેમાંથી ૭૩ પોઝિટિવ કેસ મળ્યા છે.
 
દિલ્હી તબલીગી જમાતમાંથી ગુજરાતમાં આવેલા લોકોના કારણે રાજ્યમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ છેલ્લા બે દિવસથી વધી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ અંગેના ટેસ્ટિંગનું પ્રમાણ વધારે સઘન બનાવવા અમદાવાદની સોલા હોસ્પિટલને કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે સત્વરે મંજૂરી આપવા પણ નાયબ મુખ્યમંત્રીએ રજુઆત કરી હતી. 
 
રાજ્યમાં હાલ ૭ સરકારી અને ૪ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. તે જ રીતે રેપિડ ટેસ્ટિંગ માટે પણ રેપિડ એન્ટી બોડી કીટ પણ ગુજરાતને સત્વરે પૂરી પાડવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ - ૧૯ અંતર્ગત ૬૭૦૦થી વધુ સેમ્પલ લઇને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તે પૈકી ૩૦૮ કેસ પોઝિટિવ આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

LPG Price Hike: ફરીથી વધારી દીધા ગેસ સિલેન્ડરના ભાવ, મહિનાના પહેલા દિવસે મોઘવારીનો ફટકો

Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

આગળનો લેખ
Show comments