Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફેદ ઘોડા પર કાળી ડાય કરીને ઠગ્યા 17.50 લાખ રૂપિયા, રંગ ઉતરતા ઉડ્યા હોશ

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (18:02 IST)
પંજાબના ફરીદકોટમાં મોંઘા ઘોડા ખરીદવાના શોખીન એક વ્યક્તિ પાસેથી 17.50 લાખ રૂપિયાની ઠગીનો મામલો સામે આવ્યો છે. આ વ્યક્તિનુ નામ કરણવીર ઈન્દ્ર સિંહ સેખો છે.  સેખોએ એક વ્યક્તિ પાસેથી કાળો ઘોડો ખરીદ્યો હતો પણ થોડા સમય પછી જ આ ઘોડો સફેદ થઈ ગયો. 
 
પીડિત કરણવીરે ફરીદકોટ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે જે ઘોડો કાળો સમજીને ખરીદ્યો હતો તે હકીકતમાં સફેદ રંગનો હતો અને તેના પર ડાય કરીને તેને વેચવામાં આવ્યો. કરણવીર મુજબ આરોપીએ તેનેજે ઘોડો બતાવ્યો તે કાળા રંગનો હતો અને તેની કિમંત 24 લાખ રૂપિયા બતાવી હતી. 
 
પછી મોલ ભાવ કરીને 24 લાખનો ઘોડો 17.50 લાખ રૂપિયામાં આપવાની વાત નક્કી થઈ. કરણવીર ઘોડો ખરીદવા પછી તેને ઘર લઈ આવ્યો પણ થોડા જ દિવસમાં ઘોડાનો રંગ ઉતરી ગયો અને તે સફેદ દેખાવવા લાગ્યો. આ ઘટના પછી કરણવીરને એહસાસ થયો કે તે ઠગાય ચુક્યો છે. 
 
કરણવીરે પોલીસને જણાવ્યુ કે મોંઘા ઘોડા ખરીદવાનો તેમને શોખ છે તેથી તેઓ આ વખતે પણ ઘોડો ખરીદવા માટે બરનાલા પહોંચ્યા હતા. અહી મેવા સિંહ નામના વ્યક્તિએ પોતાની સથે આઠ લોકોને લઈને ઘોડો વહેંચવા આવ્યો હતો. મેવાસિંહે આ ઘોડો 17.50 લાખ રૂપિયામાં વેચ્યો હતો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments