Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુલ્હનની માંગમાં સિંદૂર ભરતા જ વરરાજાનુ મોત, બિહારમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

Webdunia
શુક્રવાર, 5 મે 2023 (17:18 IST)
marriage
બિહારના ભાગલપુરથી એક દિલ દહેલાવી દેનારી ઘટના સામે આવી છે.અહીં લગ્નનું વાતાવરણ ત્યારે શોકમાં ફેરવાઈ ગયું જ્યારે દુલ્હનની માંગણી પૂરી થતા જ વરનું મોત થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો. તે જ સમયે, તેના પતિના મૃત્યુના સમાચાર સાંભળીને કન્યા પણ બેહોશ થઈ ગઈ. છોકરા-છોકરીના સગા-સંબંધીઓની રડી રડીને હાલત ખરાબ છે.   
 
ઉલ્લેખનીય છે કે છોટી ખંજરપુરના રહેનારા મુકુંદ મોહન ઝાના એંજિનિયરપુત્ર વિનીત પ્રકાશના લગ્ન ઝારખંડના ચાઈબાસાના  રહેનારા જન્મજય ઝા ની પુત્રી આયુષી કુમારે સાથે નક્કી થયા હતા. બુધવારે રાત્રે ધૂમધામ સાથે મોજાહિદપુર મા શીતલા સ્થાન ચોક મા આવેલ એક લગ્નહોલમાં બંનેના લગ્ન સંપન્ન થયા હતા. 
 
લગ્ન પછી તરત જ દુલ્હા દુલ્હન એક સાથે રૂમમાં બેસ્યા હતા કે અચાનક વરરાજાની તબિયત બગડી ગઈ. જ્યારબાદ તેને લઈને જવાહરલાલ નેહરુ ચિકિત્સા હોસ્પિટલ લઈને ગયા જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. જ્યારબાદ વરપક્ષના લોકો તેની બોડી લઈને પોતાના ઘરે જતા રહ્યા. 
 
વરરાજાના પિતાનુ કહેવુ છે કે એ લોકોને શક છે કે છોકરાને પહેલાથી જ કોઈ પ્રકારની બીમારી હશે અને દગાથી આ લગ્ન કરાવ્યા.  તેને લઈને નવવધુના પિતા દ્વારા મોજાહિદપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. 
 
આ ઘટના આસપાસના લોકો માટે ચર્ચાનો વિષય છે કે છેવટે મોતનુ કારણ શુ છે ? હવે જોવાનુ એ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોતનુ કારણ શુ બહાર આવે છે.  બીજી બાજુ આ મુદ્દે હાલ પોલીસ કશુ પણ નિવેદન આપવાથી બચી રહી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments