Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંદી - પરિસ્થિતિ નોર્મલ કરવા માટે સરકારે છેડી 'જંગ'

Webdunia
મંગળવાર, 15 નવેમ્બર 2016 (12:00 IST)
નોટબંદીથી લોકોને થઈ રહેલ ભારે પરેશાનીને જોતા સરકાર રાહત અપાવવા માટે યુદ્ધ સ્તર પર કામ કરી રહી છે. એક દિવસની રજા પછી મંગળવારે જ્યારે બેંક ખુલશે તો લોકોને અનેક સગવડ મળશે. આજથી એટીએમમાંથી 2000ના નોટ મળવા શરૂ થઈ જશે. સાથે જ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ એલાન કર્યુ છે કે ખૂબ જલ્દી તેના એટીએમમાંથી 50 રૂપિયા અને 20 રૂપિયાના નોટ મળવા શરૂ થઈ જશે. આવો અમે તમને બતાવીએ છે એ દસ પગલા વિશે જે સામાન્ય લોકોની મુશ્કેલીઓને ઓછી કરવા માટે સરકારે ઉઠાવ્યા છે. 
 
આજથી વધી વિડ્રોલ લિમિટ 
 
- આજથી વધી વિદ્રોલ લિમિટ - વિવિધ કેટેગરીની વિદ્રોલ લિમિટને વધારવામાં આવી છે. હવે લોકોએ એટીએમમાંથી 2500 રૂપિયા કાઢી શકશો. જો કે એ જ એટીએમમાંથી જેમને નવી નોટોના મુજબ તૈયાર કરવામાં આવી છે. જૂના નોટ બદલવાની સીમા પણ 4000થી વધારીને 4500 કરવામાં આવી છે.  બીજી બાજુ બેંકમાંથી એક અઠવાડિયામાં 24હજાર રૂપિયા કાઢી શકાય છે. પહેલા આ સીમા 20000 રૂપિયાની હતી. 3 મહિનાથી જૂના કરંટ એકાઉંટ્સવાળી વેપારે એકમો માટે વિદ્રોલ લિમિટ વધીને 50,000 રૂપિયા કરવામાં આવે છે.  જેથી તેઓ પગાર ચુકવી શકે જૂના નોટને કેટલાક સ્થાન પર યૂઝ કરવાની ડેડલાઈન વધારીને 24 નવેમ્બર કરી દીધી છે. હોસ્પિટલ પેટ્રોલ પંપ રેલવે સ્ટેશન અને હવાઈ મથકો પર પણ 24 નવેમ્બર સુધી જૂના નોટ ચાલશે. 
 
- વડીલો અને દિવ્યાંગો માટે જુદી લાઈન - બેંકો અને એટીએમની બહાર લાગેલી મોટી ભીડમાં સૌથી વધુ મુશ્કેલી વડીલો અને દિવ્યાંગોને થઈ રહી છે. તેને ઓછી કરવા મંગળવારથી બેંકોમાં વડીલો અને દિવ્યાંગો માટે જુદી લાઈન રહેશે. પેશનર્સને પણ સરકારે રાહત આપી છે.  પહેલા એનુઅલ લાઈફ સર્ટિફિકેટ નવેમ્બર મહિનામાં જમા કરવાનુ હતુ. હવે તેને 15 જાન્યુઆરી 2017 સુધી જમા કરી શકાય છે. 
 
-   હેલીકોપ્ટર પહોંચાડી રહ્યુ છે કેશ  - ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં કેશની ઉપલબ્ધતા ચોક્કસ કરવા માટે સરકાર વાયુસેનાની મદદ લઈ રહ્યુ છે. શહેરી વિસ્તારમાં કેશ તરત પહોંચી જાય છે. પણ ગ્રામીણ વિસ્તારમાં કેશ પહોંચવા માટે સમય લાગે છે. તેથી વાયુસેનાના હેલીકોપ્ટરોને આ કામમાં લગાવ્યા છે. 
 
-  2 લાખ માઈક્રો-ATM થશે એક્ટિવેટ - દેશભરમાં લગભગ 2 લાખ માઈક્રો એટીએમ લોકોને રાહત પહોંચાડવાનુ કામ કરશે. ગ્રામીણ વિસ્તારમાં લગભગ 1.1 લાખ માઈક્રો અને શહેરી અર્ધ શહેરી વિસ્તારમાં લગભગ 90000 માઈક્રો એટીએમ એક્ટિવેટ કરવામાં આવશે.  આધાર ઈનેબલ્ડ માઈક્રો એટીએમમાંથી દરમ અઠવાડિયે લગભગ 70000 ટ્રાંજેક્શન થાય છે અને સરકારને આશા છે કે તેનાથી બેંક બ્રાંચ અને એટીએમ નેટવર્ક પર થોડુ દબાણ ઓછી થશે. 
 
- RBI નુ ટાસ્ક ફોર્સ એક્શનમાં - રિઝર્વ બેંક ઓફ ઈંડિયા (RBI)એ બધા એટીએમ અને કેશ કાઢનારી મશીનોને 500 અને 2000ના નવા નોટના હિસાબથી એડજસ્ટ કરવા માટે ડિપ્ટી ગવર્નર એસ.એસ. મૂંદડાની આગેવાનીમાં એક ટાસ્ક ફોર્સ બનાવ્યુ છે. આ ટાસ્ક ફોર્સ સુનિયોજીત રીતે બધા એટીએમના રી-એક્ટિવેશનનુ કામ ઝડપી બનાવશે અને આ નિશ્ચિત કરશે કે તેમાથી નવા નોટ નીકળે. 
 
- બેકિંગ કૉરસપૉન્ડેટ્સ કરશે મદદ - ગ્રામીણ વિસ્તારોમાં કેશની ઉપલબ્ધતા વધારવા માટે બેકિંગ કૉરસપૉન્ડેટ્સની કેશ હોલ્ડિંગ લિમિટ વધારવામાં આવી છે. તેમની બેંકમાંથી પૈસા લેવાની લિમિટ વધારીને 50000 રૂપિયા કરવામાં આવી છે. સાથે જે એકવાર લેવામાં આવેલ પૈસા ખતમ થઈ જતા બેકિંગ કૉરસપૉન્ડેટ્સ એ જ દિવસે બેંકમાંથી ફરી પૈસા લઈ શકશે.  ગ્રામીણ વિસ્તારમાં નોટબંદીને કારણે થઈ રહેલી મુશ્કેલી દૂર કરવા માટે બ્રાંચ પોસ્ટ ઓફિસમાં પણ કેશની સપ્લાય વધારવામાં આવશે. 
 
- કોઈ ટ્રાંજેક્શન ચાર્જ નહી - આરબીઆઈએ એટીએમ ધારકોને મોટી રાહત આપી છે. આરબીઆઈએ 30 ડિસેમ્બર સુધી એટીએમ ટ્રાંજૈક્શન પર કોઈ પ્રકારનો ચાર્જ નહી લેવાનો આદેશ આપ્યો છે.  આ માટે પણ બધી બેંકોને સૂચિત કરવામાં આવી છે. 
 
- નેશનલ હાઈવે પર ટોલ નહી -  સરકારે નક્કી કરી લીધુ છે કે નેશનલ હાઈવેઝના ટોલ પ્લાઝા પર 18 નવેમ્બર સુધી કોઈ ચાર્જ નહી આપવો પડે. સરકારે આ ચાર્જમાં છૂટની સીમાને ચાર દિવસ માટે વધારી દીધી છે. વાહનોની અવરજવર સરળ મુકવા માટે અને નોટબંદીને કારણે પરેશાન લોકોને રાહત આપવા માટે ઉઠાવ્યા છે.   આ દરમિયાન થનારા નુકશાનનો બોઝ સરકાર ઉઠાવશે. 
 
-  બધા એયરપોર્ટ્સ પર 21 નવેમ્બર સુધી પાર્કિંગ ફ્રી - સરકારે દેશના બધા એયરપોર્ટ્સ પર કાર પાર્કિંગ 21 નવેમ્બરની અડધી રાત સુધી ફ્રી કરવામાં આવી છે. મુસાફરોની અવરજવર સરળ કરવા માટે આ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે. આ પ્રકારની ફરિયાદ આવી હતી કે એયરપોર્ટ્સ પર પાર્કિંગ અટેડેંટ્સ પાર્કિંગ ફ્રી માટે 500 અને 1000 રૂપિયાના નોટ નહોતા લઈ રહ્યા.  તેનાથી પેસેંજર્સને તકલીફ થઈ રહી હતી.  
 
- આજથી ATMથી 2000ના નોટ - આજથી અનેક એટીએમમાંથી 2000ના નોટ મળવા શરૂ થઈ જશે. જોકે બધા એટીએમમાંથી 2000ના નોટ નહી નીકળે. જે એટીએમને નવા નોટોના હિસાબથી એડજસ્ટ કરવામાં આવી ચુક્યા છે તેમાથી આજે નવા નોટ મળી શકશે. આવા એટીએમની સંખ્યા ઝડપથી વધારવામાં આવી રહી છે. રજાની સમસ્યાથી પણ લોકોને રાહત મળવાની આશા છે.  કારણ કે એસબીઆઈના એટીએમમાંથી ખૂબ જલ્દી 50 અને 20 રૂપિયાના નોટ મળવા પણ શરૂ થઈ જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં રાંધવામાં મોડું થતાં પિતાએ ગુસ્સામાં પુત્રી પર કૂકર વડે હુમલો કરી હત્યા કરી

આઈસીસીનું અધ્યક્ષપદ સંભાળ્યા પછી શું બોલ્યા જય શાહ

ગુજરાતની વધુ એક સિદ્ધિ, સાંસ્કૃતિક વારસો 'ઘરચોળા'ને ભારત સરકાર તરફથી આ વિશેષ ટેગ મળ્યો છે

સુરતમાં BJP મહિલા નેતાએ કર્યો આપઘાત; પરિવારજનોને હત્યાની આશંકા છે

Farmers Protest- ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર, નોઈડા તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ

આગળનો લેખ
Show comments