Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી. સ્ટેડિયમમાં કૂતરાને ફેરવનારા IAS સંજીવ ખિરવારની લદ્દાખ ટ્રાંસફર, પત્નીનુ અરુણાચલ પ્રદેશમાં ટ્રાંસફર

Webdunia
શુક્રવાર, 27 મે 2022 (12:43 IST)
તાજેતરમાં જ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમા પોતાના કૂતરા સાથે વૉક કરનારા આઈએએસ અધિકારી સંજીવ ખિરવારની ટ્રાંસફર કરી દેવામાં આવી છે. તેમણે લદ્દાખ મોકલવામાં આવ્યા છે. જ્યારે કે તેમની પત્ની રિંકુ ડ્રગ્ગાને અરુણાચલ પ્રદેશ મોકલવામાં આવ્યા છે. આરોપ છે કે દિલ્લી સરકારમાં રેવેન્યુ વિભાગના મુખ્ય સચિવ ખિરવાર ત્યાગરાજ સ્ટેડિયમ  (Thyagraj Stadium) માં ડૉગ વૉક (Dog Walk) કરતા હતા. તેનાથી ત્યા રમનારા ખેલાડીઓને મુશ્કેલી પડતી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય  (MHA)એ IAS સંજીવ ખિરવાર (Sanjeev Khirwar)ની ટ્રાંસફર દિલ્હીથી લદ્દાખ કરી દીધી છે. બીજી બાજુ તેમની પત્ની અને  IAS અધિકારી રિંકુ દગ્ગાની ટ્રાંસફર પણ અરુણાચલ પ્રદેશમાં કરી દીધી છે. ગૃહ મંત્રાલયે તેને ગંભીરતાથી લેતા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. 
 
મીડિયામાં આવેલ સમાચાર પછી કાર્યવાહી 
તાજેતરમાં જ ઈંડિયન એક્સપ્રેસના એક સમાચારમાં કહેવામાં આવ્યુ હતુ કે છેલ્લા થોડા મહિનાથી સાંજ થતા જ સ્ટેડિયમનો કબજો લઈ લે છે. એટલુ જ નહી એ સમયે ત્યા પ્રેકટિસ કરનારા ખેલાડીઓ ને અને તેમના કોચ ને પણ તેઓ ભગાડી દે છે. એક કોચે જણાવ્યુ કે તેઓ ત્યા 8 થી 8.30 સુધી ટ્રેનિંગ કરાવવા આવતા હતા. પણ હવે સાંજના 7 વાગતા જ સ્ટેડિયમ છોડવાનુ કહેવામાં આવતુ હતુ. જેથી અધિકારી કૂતરાને ત્યા ફેરવી શકે. આ કારણે તેમની ટ્રેનિંગ અને પ્રેકટિસ પર અસર પડી રહી છે. આઈએએસ અધિકારીના આદેશ પર ગાર્ડને અનેક દિવસ સ્ટેડિયમમાં સીટી વગાડતા મેદાનને ખાલી કરાવતો જોવામાં આવ્યો છે. 
 
કેજરીવાલે પણ આપ્યુ નિવેદન 
સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આઈએએસ અધિકારીની ખૂબ આલોચના થવા માંડી ત્યારબાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ. આ મારી નજરમાં આવ્યુ હતુ કે ખેલાડીઓને ગરમીને કારણે પરેશાની થઈ રહી છે અને સ્ટેડિયમ 6 થી 7 બંધ થઈ જાય છે. અમે આદેશ જાહેર કરી રહ્યા છે કે બધી રમતની સુવિદ્યાઓ રાત્રે 10 વાગ્યા સુધી રહે અને ખેલાડી તેનો ઉપયોગ કરે.  ત્યારબાદ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યુ કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ત્યાગરાજ સ્ટેડિયમમાં આઈએએસ અધિકારી કૂતરાને ફેરવવા માટે ખેલાડીઓને મેદાન ખાલી કરાવે છે. જો કે પછી આઈએએસ અધિકારી સંજીવ ખિરવારે કહ્યુ, જ્યારે સ્ટેડિયમ બંધ થઈ જાય છે ત્યારે હુ ત્યા જઉ છુ. આ ઉપરાંત અમે કૂતરાને ટ્રેક પર નથી છોડતા.  તેમણે કહ્યુ કે હુ કોઈ એથલીટને સ્ટેડિયમ છોડવા માટે ક્યારેય નહી કહુ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Birthday Salman Khan: ફિટનેસથી લઈને ફેમિલી લાઇફ સુધી, સલમાન ખાન આ 5 બાબતોમાં અસલી હીરો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

ગુજરાતી જોક્સ - દારૂ પીવો

વધુ જુઓ..

નવીનતમ

Coffee- હોટેલ જેવી ફોમ કોફી ઘરે બનાવવાની સરળ રેસીપી

Baby Girl Name from B - બ ઉપર છોકરીઓના નામ અર્થ સાથે

પેરી પેરી બટાકાના ચિપ્સ

Anxiety જો તમને અચાનક ચિંતા થવા લાગે તો તરત જ આ કરો, તમને રાહત મળશે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે આ બીજ, એક મુઠ્ઠી ખાવાથી થશે અનેક ફાયદા

આગળનો લેખ
Show comments