Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus Covid-19 Live Update: ભારતમાં કોરોના વાયરસનું સંકટ વધુ ચિંતાજનક, સંક્રમિત લોકોની સંખ્યા 11439, અત્યાર સુધીમાં 353 લોકોના મોત

Webdunia
બુધવાર, 15 એપ્રિલ 2020 (09:04 IST)
ભારતમાં કોરોનાવાયરસનનો કહેર ચાલુ છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 11439 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1463 નવા કેસ નોંધાયા છે અને 29 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી 353 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે 1190 દર્દીઓ પણ આ રોગને હરાવવામાં સફળ રહ્યા છે. સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકડાઉનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે. લોકડાઉનનો પ્રથમ તબક્કો મંગળવારે પૂર્ણ થયો હતો, પરંતુ સંજોગોને જોતા અને તમામ રાજ્યો સાથેની બેઠક બાદ કેન્દ્ર સરકારે તેને 3 મે સુધી લંબાવી દીધુ  છે.
 
આવો જાણીએ શુ છે કોરોનાના તાજા અપડેટ 
 
- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાને મળતું ફંડિંગ અટકાવ્યું. ટ્રમ્પનું કહેવું છે કે કોરોના વાઇરસના પ્રસારમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
- ફ્રાન્સના વિદેશમંત્રીએ પેરિસ સ્થિત ચીનના દૂતાલયના રાજદૂતને સમન કર્યા હતા. દૂતાલયની વેબસાઇટ ઉપર સતત બીજા દિવસે કોરોના સામેની લડાઈમાં પશ્ચિમી દેશોની ભૂમિકાની ટીકા કરતો લેખ છપાયો હતો. ફ્રાન્સનું કહેવું છે કે ચીનના રાજદૂતની આ પ્રકારની સાર્વજનિક ટિપ્પણીએ બંને દેશો વચ્ચેના સંબંધની આધારશિલાથી વિરુદ્ધ છે.
- જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વમાં કોરોના કન્ફર્મ કેસ 20 લાખ પર પહોંચવા પર છે, જ્યારે સવા લાખથી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
- ગુજરાતના આરોગ્ય ખાતાની માહિતી મુજબ, કોરોનાના 650 કેસ, 59 સાજા થયા, જ્યારે 28નાં મૃત્યુ મૃત્યુ થયાં છે.
- ગુજરાતના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ, ભારતમાં નવ હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ, જ્યારે 353નાં મૃત્યુ થયાં છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments