Webdunia - Bharat's app for daily news and videos

Install App

CDS Rawat Helicopter crash: સીડીએસ રાવતના હેલીકોપ્ટર ક્રેશની રિપોર્ટ આવી સામે, મૈકેનિકલ ખામી નહોતી પણ આ બતાવ્યુ કારણ

Webdunia
શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (23:17 IST)
ભારતીય વાયુસેના(Indian Air Force)એ જણાવ્યુ છે કે સીડીએસ જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat)સહિત 14 લોકોના જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter Crash) મોત થયા હતા, આ મામલાની તપાસ બાદ શરૂઆતી માહિતી સામે આવી ગઈ છે. વાયુસેનાએ જણાવ્યુ કે આઠ ડિસેમ્બર 2021ના રોજ  Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનાની ટ્રાઈ સર્વિસ ઈન્ક્વાયરીએ પોતાના શરૂઆતી પરિણામમાં ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કૉકપિટ વૉયસ રિકોર્ડરનુ એનાલિસિસ કર્યુ. તેમા કહ્યુ કે આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ મૈકેનિકલ ફેલિયર, તોડફોડ કે બેદરકારીનો હાથ નથી.
 
 
પ્રારંભિક પરિણામો અનુસાર, ખીણમાં હવામાનની સ્થિતિમાં અણધાર્યો ફેરફાર થયો હતો, જેના કારણે હેલિકોપ્ટર વાદળોમાં ફસાઈ ગયું અને ક્રેશ થઈ ગયું. વાદળોને કારણે પાયલોટ મૂંઝવણમાં મુકાઈ ગયો અને હેલિકોપ્ટર કાબૂ બહાર જઈને જમીન સાથે અથડાયું. અકસ્માતનું સૌથી સંભવિત કારણ જાણવા માટે તપાસ ટીમે તમામ ઉપલબ્ધ પુરાવાઓની તપાસ કરી. આ ઉપરાંત ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના તારણોના આધારે, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ કેટલીક ભલામણો કરી છે જેની સમીક્ષા કરવામાં આવી રહી છે
 
હેલિકોપ્ટર કંટ્રોલમાં હોવા છતાં  ક્રેશ થયું
 
એર ચીફ એર ચીફ માર્શલ વી આર ચૌધરી અને એર માર્શલ માનવેન્દ્ર સિંહની આગેવાની હેઠળની ત્રિ-સેવા તપાસ ટીમ દ્વારા અકસ્માત પાછળનું સત્તાવાર કારણ આપવામાં આવ્યું છે. 5 જાન્યુઆરીએ તેમણે રક્ષા મંત્રી રાજનાથ સિંહને તપાસના તારણોથી માહિતગાર કર્યા હતા. તેમ જણાવવામાં આવ્યું છે કે તમિલનાડુના કુન્નુરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે સંપૂર્ણપણે પાયલટના નિયંત્રણમાં હતું. પરંતુ વાદળોના કારણે તે તેના નિયંત્રણમાં હોવા છતાં તૂટી પડ્યું. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આવા અકસ્માતોમાં પાઇલોટ અથવા ક્રૂ મેમ્બર જોખમથી અજાણ હોય છે.
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments