Webdunia - Bharat's app for daily news and videos

Install App

NRC ડ્રાફ્ટ - બાંગ્લાદેશના મંત્રી બોલ્યા - અસમમાં અમારા ઘુસણખોર નથી, આ ભારતની ખુદની સમસ્યા

Webdunia
બુધવાર, 1 ઑગસ્ટ 2018 (10:45 IST)
અસમમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન(એનઆરસી)નો બીજો ડ્રાફ્ટ સામે આવ્યા પછી ભારતીય રાજકારણ ગરમાય રહ્યુ છે.  આ લિસ્ટમાં 40 લાખ લોકોને ગેરકાયદેસર ઠેરવ્યા છે. જેમા મોટાભાગના બાંગ્લાદેશી બતાવવામાં આવી રહ્યા છે. જ્યા સરકારે તેના પર પોતાનુ કડક વલણ અપનાવતા કહ્યુ છે કે ફક્ત ભારતીય નાગરિકોને જ દેશમાં રહેવાનો અધિકાર મળશે.  અહી કોઈ ગેરકાદેસર રીતે રહી શકતુ નથી.  બીજી બાજુ આ મુદ્દા પર બાંગ્લાદેશે પહેલીવાર પોતાનુ નિવેદન આપ્યુ છે. 
 
બાંગ્લાદેશના સૂચના પ્રસારણ મંત્રી હસન ઉલ હક ઈનુનું કહેવું છે કે, આ ભારતની આંતરીક બાબત છે. તેનાથી અમારી કોઈ જ લેવા દેવા નથી. આસામમાં કોઈ પણ બાંગ્લાદેશી ઘુષણખોર નથી, જે લોકો ત્યાં રહી રહ્યાં છે તે ઘણા સમયથી રહી રહ્યાં છે.
 
તેમણે કહ્યું હતું કે, આ મુદ્દો ભારત સરકારનો છે, તે જ તેનો ઉકેલ લાવે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, ગેરકાયદેસર રીતે રહી રહીલા શરણાર્થીઓનો વિરોધ કરી રહ્યાં છે, જે રોહિંગ્યા અમારા દેશમાં પણ ગેરકાયદેસર રૂપે વસવાટ કરી રહ્યાં છે તેમને પણ પરત મોકલીશું.
 
ઉલ્લેખનીય છે એક સોમવારે એનઆરસીનો બીજો ડ્રાફ્ટ રજુ થયા પછી તેના પર રાજકારણ ગરમાય રહ્યુ છે સંસદના બંને સદનમાં આ મામલાને લઈને વિપક્ષે સરકારને આડે હાથ લીધા છે. હંગામો વધતા બંને સદનને સ્થગિત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટનુ કહેવુ છે કે મસૌદાના આધાર પર કોઈ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકાતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ

હાય રે અંધવિશ્વાસ - 'બાપ' બનવા માટે ગળી રહ્યો હતો જીવતો મરઘો, થઈ ગયુ મોત, ગળામાં ફંસાયેલો મરઘો જોઈને ડોક્ટર પણ હેરાન

Cyclone Chido: ફાંસમાં વાવાઝોડાએ પરમાણુ હુમલા જેવી મચાવી તબાહી, 1000 લોકો માર્યા જવાની આશંકા

ઘરમાં સૂતી હતી બે બહેનો, હાથીએ કચડી નાખ્યા મોત, આ રાજ્યમાં બની આ ઘટના

Gandhinagar: કાતિલ દુલ્હન... લગ્નના 4 દિવસ પછી કરી નાખી પતિની હત્યા, કાકાના છોકરાને કરતી હતી પ્રેમ

આગળનો લેખ
Show comments