Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગેના સવાલથી ભડક્યા, વીડિયો વાઇરલ

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (13:26 IST)
યોગગુરુ બાબા રામદેવને પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વિશે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપવાની જગ્યાએ તેઓ ભડકી ગયા હતા અને ધમકાવવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

<

2014 से पहले बाबा रामदेव जोर शोर से भाजपा के लिए प्रचार करते थे। भाजपा को वोट देने और ₹40 प्रति लीटर पेट्रोल पाने का वादा करते थे। आज पेट्रोल 100के पार है। पत्रकार ने जब सवाल किया तो पत्रकार को धमकी देने लगे। शर्मनाक। आइए बाबा के सभी प्रोडेक्ट का बहिष्कार करें। #BoycottPatanjali pic.twitter.com/FzfZ41Xg9P

— Hansraj Meena (@HansrajMeena) March 30, 2022 >
 
હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમમાં મોંઘવારી અંગે યોગગુરુ રામદેવ બોલી રહ્યા હતા. તે દરમિયાન તેમના જ એક જૂના નિવેદનને લઈને એક પત્રકારે સ્પષ્ટીકરણ માગ્યું હતું.
 
એ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, "દેશના યુવાનો 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનો સિલિન્ડર આપે તેવી સરકાર ઇચ્છે છે."
 
પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું, "મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?"
 
બાબા રામદેવે કરનાલની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન જ્યારે પત્રકારે પૂછ્યું કે હવે તમને યોગ ગુરુમાંથી બાબા લાલદેવ કેમ કહેવામાં આવે છે ?  આ સવાલ સાંભળીને બાબા રામદેવના તેવર બદલાઇ ગયા. તેમણે આટકતરી રીતે જવાબ આપતા કહ્યું કે  તને પેટમાં દુઃખે છે . આના પર રામદેવની આસપાસ બેઠેલા લોકો તાળીઓ પાડવા લાગ્યા અને હસવા લાગ્યા. આ પછી પત્રકારે પૂછ્યું કે તમે જનતાને કહ્યું હતું કે શું તમને એવી સરકાર જોઈએ છે જે 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનું સિલિન્ડર આપે ?  ત્યારે બાબા  રામદેવે કહ્યું કે કંઇક સારા સવાલ પૂછો.
 
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા 10 દિવસોમાં રૂ. 6.40ના વધારો થયો એના પર તેમણે ટિપ્પણી આપી હતી. પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું કે મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments