Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી આજે જેવર ઈંટરનેશનલ એયરપોર્ટની આધારશિલા મુકશે, એશિયાનુ સૌથી મોટુ એયરપોર્ટ બનશે

Webdunia
ગુરુવાર, 25 નવેમ્બર 2021 (11:47 IST)
પીએમ નરેન્દ્ર મોદી આજે  ગૌતમ બુદ્ધ નગરના જેવર ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કરશે. તેના વિકાસના પ્રથમ તબક્કાનો કુલ ખર્ચ 8914 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં કહ્યું કે જેવર એરપોર્ટ ઉત્તર ભારતનું પ્રવેશદ્વાર સાબિત થશે. એરપોર્ટના વિકાસ માટેનો કોન્ટ્રાક્ટ ઝ્યુરિચ એરપોર્ટ ઈન્ટરનેશનલને આપવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં તેની કામગીરી શરૂ થવાની ધારણા છે. એરપોર્ટના વિકાસ માટે કુલ રૂ. 29,560 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. વડાપ્રધાન સવારે 11.50 વાગ્યે સ્થળ પર પહોંચશે અને એરપોર્ટના બે મોડલ જોશે. પ્રથમ મોડેલ પ્રથમ તબક્કામાં પૂર્ણ કરવાના કાર્યો દર્શાવે છે. બીજા મૉડલમાં બાંધકામના ત્રણેય તબક્કા પૂર્ણ થયા પછીની તસવીર સાથે એરપોર્ટનું કદ મોટું હશે. આ પછી વડા પ્રધાન શિલાન્યાસનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ તેઓ જનસભાને સંબોધીને બપોરે 1.15 કલાકે દિલ્હી પરત ફરશે.
 
 
જાણો આ એરપોર્ટ વિશે 
 
- જેવર હવાઈ મથકને યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ (YIAPL) દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ કંપનીની પરિયોજનાના સ્વિસ રિયાયત કર્તા જ્યૂરિખ ઈન્ટરનેશનલ એરપોર્ટ એજીની 100 ટકા મદદગાર કંપની છે.
- YIAPL ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકારની સાથે ઉંડી પાર્ટનરશીપમાં પીપીપી મોર્ડલ અંતર્ગત એરપોર્ટ વિકસિત કરી રહી છે.
- એરપોર્ટ 1300 હેક્ટરથી વધુની જમીન પર ફેલાયેલુ છે.
- આ એક ગ્રીન ફીલ્ડ હવાઈ મથક છે જેને 4 ફેઝમાં બનાવવામાં આવશે. પહેલો ફેઝ 2024માં ચાલુ થશે. ચરણ 1 પરિયોજનાનો ખર્ચ 8916 કરોડ રુપિયા છે.
- પહેલું ચરણ પત્યા બાદ વર્ષ 1.2 કરોડ પ્રવાસીઓના પ્રવાસની આશા છે. 2040 અને 2050 ની વચ્ચે છેલ્લુ ચરણ પત્યા બાદ દરેક વર્ષે 7 કરોડ પ્રવાસીઓને સંભાળવાની ક્ષમતા હશે.
- જવેર હવાઈ મથક દિલ્હી એરપોર્ટથી 72 કિમી અને નોઈડાથી 40 કિમી દૂર સ્થિત છે.
-એરપોર્ટ એક ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટરની જેમ માનવામાં આવી રહ્યો છે. જેમાં હાજર યમુના એક્સપ્રેસ વે અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેની પાસે હોવાના કારણે મલ્ટીમોર્ડલ ટાંજિટ હબ હશે અને તેને હરિયાણાના ફરીદાબાદ જિલ્લા બલ્લભગઢમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસથી જોડવામાં આવશે.
-યુપીના સીએમ યોગીએ કહ્યું કે વર્ષ 2017 સુધી યુપીમાં ફક્ત 2 એરપોર્ટ હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારની સ્થાનિક કનેક્ટિવિટી યોજનાના લાગૂ થવાની સાથે રાજ્યમાં 9 કાર્યાત્મક એરપોર્ટ છે.
- મંગળવારે પીએમ મોદીની પ્રવાસની તૈયારીની સમીક્ષા બાદ આદિત્યનાથે કહ્યું કે સોનભદ્ર, ચિત્રકૂટ, લલિતપુર, આજમગઢ અને શ્રાવસ્તીની પાસે નવા એરપોર્ટની યોજના બનાવવામાં આવી રહી છે.
-રાજ્ય સરકારનું કહેવું છે કે જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લાખો લોકોને રોજગારનો અવસર મળશે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments