Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ -કાશ્મીર: પટનીટોપ પાસે સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત, બે પાયલોટ ઘાયલ

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (14:50 IST)
જમ્મુ -કાશ્મીરના પટનીટોપ વિસ્તારમાં મોટી દુર્ઘટના થઈ છે. નાગ દેવતા મંદિરની ઉપર શિવગઢના જંગલમાં મંગળવારે સવારે હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. સમાચાર મળતાની સાથે જ એમ્બ્યુલન્સ અને ફાયર સર્વિસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
<

An Indian Army Aviation chopper Cheetah made a force landing due to technical snag near Patnitop of Jammu & Kashmir. Two pilots have been reported injured and rescued by the local civilians and rushed to the hospital. More details being ascertained.

pic.twitter.com/qkbsYxkRys

— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 21, 2021 >
 
દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટર સેનાનું હોવાનું બતાવાય રહ્યું છે. ઘટનાનું કારણ આ વિસ્તારમાં ભારે વરસાદ અને ધુમ્મસ હોવાનું કહેવાય રહ્યુ છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં બે પાયલોટ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
 
સૂત્રો મુજબ ઘાયલ થયેલા પાયલોટમાંથી એકને ગંભીર ઈજા થઈ છે અને તેની હાલત ગંભીર છે. આ દરમિયાન, ઘટનાસ્થળે પહોંચેલી સેનાની ટીમ હેલિકોપ્ટરનો કાટમાળ એકત્ર કરવામાં વ્યસ્ત છે.  હેલીકોપ્ટર ક્રેશ થયુ કે તેનુ તત્કાલ લૈંડિંગ થયુ તે હજુ સ્પષ્ટ નથી. 

હેલિકોપ્ટર ક્રેશ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘાયલ પાયલોટ અને સહ-પાયલોટને હેલિકોપ્ટરમાંથી બહાર કાઢ્યા. આ દરમિયાન સેનાની બચાવ ટુકડીઓ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બંને ઘાયલોને ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

આગળનો લેખ
Show comments