Dharma Sangrah

અમદાવાદમાં નાયબ મામલતદારને 15 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

Webdunia
બુધવાર, 13 માર્ચ 2024 (17:29 IST)
- નાયબ મામલતદાર વતી વચેટિયાએ લાંચ સ્વીકારી
- સિદ્ધપુરથી પણ એક લાંચિયો ઝડપાયો
 
શહેરના નાયબ મામલતદાર 15 હજારની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો છે. નાયબ મામલતદારે 7/12ના ઉતારામાં નામ ચડાવવા માટે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ નાયબ મામલતદારવતી આઉટ સોર્સિંગનો કર્મચારી લઈ રહ્યો હતો. બંનેને ACBએ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી પાડ્યા હતા. તે ઉપરાંત સિદ્ધપુરમાં પણ એક લાંચિયા આઉટ સોર્સિંગના માણસને પકડી પાડવામાં આવ્યો છે.
 
નાયબ મામલતદાર વતી વચેટિયાએ લાંચ સ્વીકારી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદીના માતાનુ નામ 7/12ના ઉતારામાં ચડાવવા માટે ફરિયાદીએ અરજી કરી હતી. જે અંગે સોલા ચાવડીના નાયબ મામલતદાર નિર્મલસિંહ ડાભી તપાસ કરી રહ્યો હતો. નાયબ મામલતદારે કાચી નોંધ તૈયાર થયા બાદ કાચી નોંધને પ્રમાણિત કરવા ફરિયાદી પાસે 15 હજારની લાંચ માગી હતી. ફરિયાદીને લાંચ આપવી ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. સોલામાં આવેલી ચાવડીના ગેટ બહાર જ નિર્મલસિંહ ડાભીના કહેવાથી આઉટ સોર્સિંગમાં કામ કરતો યોગેશ પટેલે ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના 15000 રૂપિયા લીધા હતા. જેથી ACBએ બંને આરોપીઓને સ્થળ પરથી જ લાંચ લેતા ઝડપી લીધા હતા.
 
સિદ્ધપુરથી પણ એક લાંચિયો ઝડપાયો
સિદ્ધપુરમાં ફરિયાદીએ જીએસટી નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી અને આ અરજી સબંધે સિધ્ધપુર સેન્ટ્રલ જીએસટીના અઘિકારી સાથે ફરિયાદીના ઘરે સ્થળ તપાસ બાદ આરોપીએ ફરિયાદી પાસે જીએસટી નંબરની ફાળવણીમા મદદ કરી આપવા રૂપિયા  પાંચ હજારની લાંચ માંગી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરીયાદના ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી પાંચ હજાર રૂપિયા લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પડાઈ ગયો હતો.
< > નાયબ મામલતદાર વતી વચેટિયાએ લાંચ સ્વીકારી< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments