મંગળવારે સવારે આઠ વાગ્યાથી દિલ્લીની તમામ 70 બેઠકો પર મતગણતરી ચાલુ છે. મતોની ગણતરી શરૂ થયાના માત્ર 15 મિનિટ પછી, આમ આદમી પાર્ટી બહુમતીનો આંકડો વટાવી ગઈ અને બેઠકોની સંખ્યામાં સતત વધારો થયો. લગભગ એક કલાક પછી, આમ આદમી પાર્ટીએ 50 થી વધુ બેઠકો મેળવી. ત્યારબાદ, AAP કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે.
આપના તીવ્ર ઉછાળાને જોઈ કાર્યકરોએ આમ આદમી પાર્ટીની ઓફિસમાં ઉજવણી શરૂ કરી દીધી હતી. સવારે 9:30 થી ઓફિસમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.