Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી - તમિલનાડુમાં DMKના નેતૃત્વમાં 8 દળોનુ મહાગઠબંધન, જાણો કોણ કોણ છે સામેલ

લોકસભા ચૂંટણી
Webdunia
મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (11:11 IST)
અગાઉના લોકસભા ચૂંટણી(Loksabha Election) માં તમિલનાડુમા6 39માંથી 37 સીટો જીતનારી અન્નાદ્રમુક  (AIADMK)ની ઘેરાબંદી માટે દ્રમુક (DMK) ના નેતૃત્વમાં આઠ દળ એકજૂટ થઈ રહ્યા છે. અગાઉ ચૂંટણીમાં દ્રમુક અને કોંગ્રેસને લોકસભાની એક પણ સીટ મળી નહોતી. પણ આ વખતે દ્રમુકનો દાવો છે કે તેમનુ ગઠબંધન અન્નદ્રમુકનો સફાયો કરવામાં સફળ રહેશે અને રાજ્યની મોટાભાગની સીટો પર જીત મેળવશે. 
 
તમિલનાડુમાં દ્રમુક સાથે કોંગ્રેસ ઉપરાંત ત્રણ વામપંથી દળ, મુસ્લિમ લીગ, એમડીએમકે અને વીસીકે ચૂંટણી લડવા પર સહમત છે. પીએમકેને સાથે લેવાની વાત પણ ચાલી રહી છે. જો કે હલ સહમતી બની શકી નથી. તે વધુ સીટો માંગી રહી છે પણ આટલા દળો વચ્ચે તેને વધુ સીટો આપવી શક્ય નથી.  દ્રમુકના વરિષ્ઠ નેતા તિરુચિ શિવાએ એક વાતચીતમાં જણાવ્યુ કે અમારુ ગઠબંધન લગભગ તૈયાર છે. ફક્ત સીટોની વહેંચણીને લઈને વાતચીત થવાની છે.  આ માટે દ્રમુકે બે સમિતિઓ બનાવી છે. એક ઘોષણાપત્ર બનાવવા પર કાર્ય કરી રહી છે. જ્યારે કે બીજી ગઠબંધન દળોમાથી સીટોને લઈને કોંગ્રેસ અને અન્ય દળો સાથે વાતચીત કરી રહી છે.  જલ્દી સીટોની વહેંચણી કરી લેવામાં આવશે. 
 
તમિલનાડુમાં એકજૂટ વિપક્ષ કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાઓનો ચૂંટણી મુદ્દો બનાવી રહી છે. શિવા કહે છે કે બંને સરકારના કામકાજ અને નિષ્ફળતાઓને લઈને જનતામાં નારાજગી છે. બીજા રાજ્યોના અધિકારોમાં હસ્તક્ષેપ દેશના વિવિધ રાજ્યોની વિવિધતાઓને ખતમ કરી આખા દેશમાં એક નીતિ લાગૂ કરવાના પ્રયાસો રાફેલ સોદામાં થયેલ ભ્રષ્ટાચાર વગેરેને પ્રમુખ મુદ્દો બનાવવામાં આવશે. તેઓ કહે છે કે જો રાજ્યમાં ભાજપા અને અન્ના દ્રમુક વચ્ચે સમજૂતી થાય પણ છે તો જમીની સ્તર પર તેનો કોઈ ફાયદો તેને થશે નહી.  શિવા મુજબ તાજેતરમાં એક પેટાચૂંટણીમાં ભાજપાને જેટલા વોટ મળ્યા તેનાથી વધુ વોટ નોટામાં પડ્યા હતા. તેથી ભાજપાનુ ત્યા કોઈ ભવિષ્ય નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Farali dosa recipe- ફરાળી ઢોસા

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments