Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાનના ઝુનઝુનુમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટવાથી 14 અધિકારીઓ ખાણમાં ફસાયા

Webdunia
બુધવાર, 15 મે 2024 (07:08 IST)
hcl mine accident
રાજસ્થાનના ઝુંઝુનુ શહેરમાંથી અકસ્માતના ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. HCLની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી જવાને કારણે કુલ 14 અધિકારીઓ ખાણમાં ફસાયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી, જે બાદ પોલીસ અને પ્રશાસનની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

<

#WATCH | Jhunjhunu, Rajasthan: Rescue operations underway where 14 people are feared trapped after a lift fell in Kolihan mine.

(Latest visuals from the spot) https://t.co/v8OhqnoGYL pic.twitter.com/GvzidPkTBE

— ANI (@ANI) May 15, 2024 >
 
કેવી રીતે થયો અકસ્માત?
ઝુંઝુનુના ખેતરી વિસ્તારમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટ મશીન તૂટી પડ્યું છે. દુર્ઘટના સમયે લિફ્ટમાં કોલકાતાની વિજિલન્સ ટીમ સહિત 14 વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને નજીકની હોસ્પિટલોમાંથી તમામ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. આ સાથે ડોક્ટરોની ટીમને પણ ઈમરજન્સી માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
 
ભાજપના ધારાસભ્ય ઘટનાસ્થળે 
કોલિહાન ખાણમાં બનેલી ઘટના પર ભાજપના ધારાસભ્ય ધરમપાલ ગુર્જરે કહ્યું કે હું ચૂંટણી પ્રચાર માટે હરિયાણા ગયો હતો પરંતુ જ્યારે મને આ માહિતી મળી તો હું તરત જ અહીં આવ્યો. મેં બધાને બોલાવ્યા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મેં એસડીએમને અહીં બોલાવ્યા છે. બચાવ ટુકડીઓ તૈનાત છે અને 6-7 એમ્બ્યુલન્સ અહીં ઉભી છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, ચોક્કસ બધા સુરક્ષિત રીતે બહાર આવી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments