Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભંવરી દેવી હત્યાકાંડ : 16 વિરુદ્ધ ચાર્જશીટ

Webdunia
બુધવાર, 29 ફેબ્રુઆરી 2012 (17:46 IST)
P.R
ભંવરીદેવી અપહરણ અને હત્યા કેસમાં બુધવારે સીબીઆઈએ મલખાન અને મદેરણા સહીત 16 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.

સૂત્રોનું કહેવુ છે કે સીબીઆઈની આ ચાર્જશીટમાં લગભગ 40 પૃષ્ઠોમાં ભૂતપૂર્વ મંત્રી મહિપાલ મદેરણા અને લૂણીના ધારાસભ્ય મલખાન સિંહ સહીત તમામ 16 આરોપીઓ પર આરોપ નક્કી કર્યા છે. આરોપોની પુષ્ટિ અર્થે લગભગ 4 હજાર પૃષ્ઠોમાં સાક્ષીઓના નિવેદન, પુરાવા અને અન્ય દસ્તાવેજો લગાવવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, તેમાં મલખાન સિંહ અને ભંવરીની એક પુત્રીના ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ પણ સામેલ હોઈ શકે છે.

આ પહેલા આ મામલામાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના ધારાસભ્ય મલખાન સિંહ બિશ્નોઈ વિરુદ્ધ મંગળવારે વધુ એક મામલો નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે મલખાન સિંહે નકલી દસ્તાવેજોના આધારે એક મોબાઈલ સિમ કાર્ડ હાંસલ કર્યું, જેનો ઉપયોગ તે ભંવરી મામલામાં પોતાના ભાઈ પરસરામની ધરપકડ બાદ સીબીઆઈને ધમકાવા માટે કરતો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ જાણકારી આપી હતી.

રાજસ્થાન હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યુ હતુ અને નિર્દેશ કર્યો હતો કે નર્સ ભંવરીદેવીના ગુમ થવાના મામલાનો તપાસ કરી રહેલી સીબીઆઈના એ આરોપ પર કાર્યવાહી કરે કે તપાસકર્તાઓ અને સાક્ષીઓને ધમકીઓ મળી રહી છે. સરકારી વકીલ પ્રદ્યુમન સિંહના જણાવ્યા પ્રમાણે, સીબીઆઈની આશંકાઓ ગંભીરતાથી લેતા કોર્ટે સરકારને કાર્યવાહી કરવા અને ત્રણ માર્ચ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.

Lemonade Recipe: કાકડીથી બનાવો મસાલો લેમોનેડ પીતા જ થઈ જશો રિફ્રેશ

Ice Bath Remedies: બરફના પાણીથી નહાવાથી શું હોય છે. એક્સપર્ટથી જાણો

International Yoga Day 2024: 1 મહીના સુધી રૂટીનમાં શામેલ કરો 2 યોગાસન શરીર રહેશે ફિટ અને એક્ટિવ

જમ્યા પછી કરો આ એક નાનકડો ઉપાય, ડાયાબીટીસ રહેશે કંટ્રોલમાં અને વધતી શુગર પર લાગશે રોક

Mango Recipe - મેંગો કોકોનટ બરફી

Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Show comments