Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કોણ છે ઝારખંડના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ?

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2024 (23:33 IST)
ઝારખંડમાં aરાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. હેમંત સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ચંપાઈ સોરેનને ઝારખંડ ટાઈગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અર્જુન મુંડા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના વડા રાજેશ ઠાકુરે પીટીઆઈને માહિતી આપી છે અને કહ્યું છે કે ઝારખંડમાં શાસક ગઠબંધનએ પરિવહન પ્રધાન ચંપાઈ સોરેનને જેએમએમ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. તમને જણાવી દઈએ કે EDએ ભ્રષ્ટાચારના આરોપમાં લાંબા સમય સુધી હેમંત સોરેનની પૂછપરછ કરી અને તેમને કસ્ટડીમાં લીધા છે. તે પહેલા હેમંત સોરેને પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે ED હેમંત સોરેનની ધરપકડ કરી શકે છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે એવી અટકળો ચાલી રહી હતી કે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનને સીએમ બનાવવામાં આવી શકે છે, પરંતુ હવે તમામ આશંકાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને ચંપાઈ સોરેનને સીએમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંપાઈ સોરેન આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
 
 
 આગામી 25 વર્ષ સુધી યથાવત રહેશે સરકાર 
 ચંપાઈ સોરેને કહ્યું હતું કે ઝારખંડની હેમંત સોરેન સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આગામી 25 વર્ષ સુધી તે  યથાવત  રહેશે. આ સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા ચંપાઈએ કહ્યું હતું કે રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં ચાર પેટાચૂંટણી થઈ છે અને દરેક વખતે એનડીએને હારનો સામનો કરવો પડ્યો છે. જનતાએ તેમને સંપૂર્ણ રીતે નકારી દીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments