Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિકે ઉપવાસ પહેલાં પત્રકાર પરિષદમાં કહ્યું રાજ્યમાં 16 હજાર લોકોની અટકાયત

Webdunia
શનિવાર, 25 ઑગસ્ટ 2018 (12:06 IST)
ઉપવાસ આંદોલન શરૂ કરતા પહેલા હાર્દિક પટેલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેણે કહ્યું કે, ગમે તે થાય ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ગુજરાત પોલીસ બંધારણની વિરુદ્ધમાં કામ કરી રહી છે. પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. તેણે કહ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે. રાજ્યભરમાંથી 16 હજાર કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જે લોકો અમદાવાદ આવવા ઈચ્છે છે તેને પણ પોલીસ રોકી રહી છે. હાર્દિકે કહ્યું કે, લોકો સમર્થન આપવા માટે ગામડે ગામડે ઉપવાસ કરે. આ સાથે તેણે શાંતિ જાળવવાની પણ અપીલ કરી છે. 
હાર્દિકે કહ્યું કે, મારા ઘરે આવતા ધારાસભ્યોને પણ રોકવામાં આવ્યા હતા. ગમે તે થાય હું 3 વાગ્યે મારા ઉપવાસ શરૂ કરીશ. પોલીસે ગઈકાલથી જ અમારા સમર્થકોની અટકાયત કરવાની શરુ કરી દીધું છે. કોઇપણ જગ્યાએ અમને ઉપવાસ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.  પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે આમરણાંત ઉપવાસ કરવાનો છે. તે પોતાના ભાડાના મકાનમાં ઉપવાસ કરવાનો છે ત્યારે તેના નિવાસ્થાને પાટીદારો પહોંચી ગયા છે. તો બીજીતરફ હાર્દિકને સમર્થન આપતા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પણ તેને સમર્થન આપવા માટે પહોંચી ગયો છે. હજુ સુધી પોલીસે તેને ઉપવાસ કરવાની મંજૂરી આપી નથી. તેમ છતા હાર્દિકે કહ્યું કે, મંજૂરી મળે કે ન મળે હું ઉપવાસ કરવાનો જ છું. 
હાર્દિક પટેલને ઉપવાસ કરવાનો છે ત્યારે તેને સમર્થન આપવા માટે રાજ્યભરમમાંથી પાટીદારો ઉમટી રહ્યાં છે. હાર્દિકના નિવાસ્થાને જતા લોકોના પોલીસ પહેલા તમામ ડોક્યુમેન્ટો તપાસે છે પછી તેને અંદર જવા દેવામાં આવે છે. તો બીજીતરપ પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળ્યું છે.  રાજ્યમાં પાસ આંદોલનને લઈને કોઇપણ જગ્યાએ શાંતિ જોખમાઇ નહીં તે માટે તમામ જિલ્લાની પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કેટલાક જિલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તો જે વિસ્તારમાં પાટીદારો વધારે છે તે જગ્યાએ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.  25 ઓગસ્ટે પાટીદાર અનામત આંદોલનના ત્રણ વર્ષ થઈ રહ્યાં છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદમાં આવેલા તેના નિવાસ્થાને ઉપવાસ આંદોલન કરવાનો છે. ત્યારે આ આંદોલનમાં કોણ કોણ જોડાશે તેનું શેડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, યુપી અને હરિયાણાના સરર્ણો પણ 28મી ઓગસ્ટે હાજર રહેશે. આ સાથે તમામ પાટીદારોને પણ ઉપવાસમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments