Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓલિમ્પિક્સ માટે અમદાવાદ અને ગાંધીનગરનાં 22 લોકેશન્સ નક્કી કરાયાં; પોળોનાં જંગલો, સાપુતારા પણ સામેલ

Webdunia
શુક્રવાર, 19 નવેમ્બર 2021 (08:58 IST)
2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટેની દાવેદારીને મજબૂત કરવા સરકાર તૈયારી કરી રહી છે. ગુરુવારે આ અંગે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (ઔડા) દ્વારા રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં ઓલિમ્પિકનાં 100માંથી 22 સ્થળો માટે અમદાવાદ અને ગાંધીનગરનાં વિવિધ લોકેશન્સ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યાં હતાં. ખાનગી એજન્સી દ્વારા આ માટેનો સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેના આધારે ઓલિમ્પિક્સનાં સંભવિત સ્થળો અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર કરાયું હતું. અમદાવાદ-ગાંધીનગરનાં 100 જેટલાં લોકેશનના અભ્યાસ પછી 22 લોકેશન એવાં છે કે જેમાં નાનો-મોટો ફેરફાર કરવાથી ઓલિમ્પિક-2036ની રમત રમાડી શકાય છે. પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં ઓલિમ્પિકની ઊજળી તકો દર્શાવવામાં આવી હતી. ઓલિમ્પિકની રમતો કેવા પ્રકારના મેદાનમાં રમાડી શકાય તે માટે ખાસ નિમાયેલી એજન્સીએ સરવે કર્યો હતો. આ સરવેનો અહેવાલ તૈયાર કરવા માટે એસવીપી(સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ) કમિટીની રચના કરાશે. આ કમિટીમાં ગુજરાત અને કેન્દ્ર સરકારના અધિકારીઓનો સમાવેશ કરાશે. આ કમિટી કેન્દ્ર સરકાર સમક્ષ સમગ્ર અહેવાલને તૈયાર કરીને રજૂ કરશે. સરવેમાં ઓલિમ્પિક્સની વિવિધ રમતોના લોકેશન માટે ગુજરાતના પોળોનાં જંગલો અને સાપુતારાના પહાડી વિસ્તારો પણ સામેલ છે. આ ઉપરાંત ઉત્તરાખંડના વિવિધ સ્થળોને પણ આવરી લેવાયા છે. ઓલિમ્પિકની વૉટર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ વિસ્તારનો ઉપયોગ કરવાનો વિચાર રજૂ કરાયો હતો. સાથે શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પણ તારવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૉટર સ્પોર્ટ્સ માટે ગોવા અને આંદામાન નિકોબાર પણ આઇડેન્ટીફાઇ કરાયાં છે. અમદાવાદમાં મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. આ ઉપરાંત મોદી સ્ટેડિયમની આસપાસની 236 એકર જમીનનો ઉપયોગ કરીને વિવિધ રમતો માટેનાં મેદાન તૈયાર કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Board Exam 2025 Preparation Tips: બોર્ડની પરીક્ષામાં આવશે સારા માર્ક્સ મળશે, જાણો શું કરવું અને શું ન કરવું

Delhi Triple Murder - પુત્ર એ જ કરી માતા, પિતા અને બહેનની હત્યા, આ કારણે કરી ત્રણેયની હત્યા

3 વર્ષના પ્રેમ બાદ છેતરપિંડી, છોકરી લગ્નની ડ્રેસ પહેરીને મંદિરમાં રાહ જોતી રહી, બોયફ્રેન્ડ ન આવ્યો, પછી

ગુજરાતમાં મંગળવારે કુલ 40 હજાર પ્રી-સ્કૂલ બંધ રહી, સૂચક વિરોધપ્રદર્શન

આગળનો લેખ
Show comments