Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં દર વર્ષે સ્ટ્રોકના 18 લાખ કેસ નોંધાય છે, જેમાંથી 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના હોય છે: ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશન

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (13:55 IST)
ભારતમાં  સ્ટ્રોકના કેસનો વ્યાપ વધતો જાય છે. દર વર્ષે ભારતમાં સ્ટ્રોકના અંદાજે 18 લાખ જેટલા કેસ નોંધાય છે તેવું ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશન (આઈએસએ) જણાવે છે. એસોસિએશને સ્ટ્રોક અંગે બહેતર જાગૃતિ પેદા કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
 
ઓક્ટોબર મહિનાને આઈએસએ સ્ટ્રોક અવેરનેસ માસ તરીકે મનાવે છે અને સ્ટ્રોક અંગે જાહેર જાગૃતિ માટે તથા તેનો બોજ ઘટાડવા માટે ડઝનબંધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી આઈએસએ દ્વારા #ProtectYourBrain – KnowAboutStroke ઝૂંબેશ સોશ્યલ મિડીયા પર વ્યાપકપણે શરૂ કરવામાં આવી છે.
 
આઈએસએના પ્રેસિડેન્ટ ડો. જયરાજ પાંડિયન જણાવે છે કે "સ્ટ્રોક એ બ્રેઈન એટેક છે અને તે અપંગતા તરફ દોરી જાય છે. ભારતમાં તે મૃત્યુના બીજા નંબરનું કારણ છે. ભારતમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિને સ્ટ્રોક આવે છે અને તેમાં 25 ટકા જેટલા દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના હોય છે તથા મોટી સંખ્યામાં 19 થી 30 વર્ષની વયના વ્યક્તિઓનો સ્ટ્રોકના દર્દીઓમાં સમાવેશ થાય છે."
 
સ્ટ્રોકના કેસ વ્યક્તિ ફરી વખત અને સમુદાય માટે અસહ્ય નાણાંકિય અને સામાજીક બોજ બની જાય છે, પરંતુ આ બોજ નિવારવા માટે સ્ટ્રોક અંગેની જાણકારી મહત્વની બની રહે છે. વૈભવી જીવનશૈલી, ધૂમ્રપાન, મેદસ્વીતા અને નિયમિત કસરતનો અભાવ સ્ટ્રોક તરફ દોરી જાય છે. એક અંદાજ મુજબ જો જીવનશૈલી અને વર્તણુંકમાં ફેરફાર કરાય તો સ્ટ્રોકના અંદાજે 80 ટકા કેસ નિવારી શકાય છે.
 
આઈએસએના સેક્રેટરી ડો. અરવિંદ શાહ જણાવે છે કે "સ્ટ્રોક કોઈને પણ અને કોઈપણ ઉંમરે, કોઈપણ સ્થળે આવી શકે છે. એક અંદાજ મુજબ દર ચારમાંથી એક વ્યક્તિ તેના જીવનકાળ દરમ્યાન સ્ટ્રોકના હુમલાનો ભોગ બને છે. હાયપર ટેન્શન, ડાયાબિટીસ, હાયપરલિપીડેમિયા વગેરેની નિયમિત તપાસ કરાવીને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. નિયમિત વ્યાયામ કરવાથી, યોગ્ય વજન જાળવવાથી, ધૂમ્રપાન તથા મદ્યપાન ત્યજવાથી પણ સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. ઘનિષ્ટ સારવાર અને સ્ટ્રોક રિહેબિલીએશન એ સ્ટ્રોકની સારવારના મહત્વના પાસાં છે."
 
દેશના મોટાભાગના રાજ્યોમાં સ્ટ્રોક રોકવા તથા તેની સારવાર અંગે ઓછી જાગૃતિને કારણે વિકસીત દેશોની તુલનામાં સ્ટ્રોકના કારણે મૃત્યુ દર ઘણો ઉંચો છે. આમ છતાં, ઉત્તર-પૂર્વના રાજ્યો તથા સાગરકાંઠાના રાજ્યોમાં સ્ટ્રોકના કારણે મૃત્યુ દર 42 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ ગણવામાં આવે છે. સ્ટ્રોકના ઉંચા દરનું કારણ મીઠાના વધુ વપરાશને ગણવામાં આવે છે.
 
ડો. પાંડિયન જણાવે છે કે "ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લોકો સોલ્ટેજ ટીનો ઉપયોગ કરે છે અને સાગરકાંઠાના રાજ્યોમાં સૂકી માછલીનો વપરાશ થાય છે કે જેમાં મીઠાનું પ્રમાણ ઘણું ઉંચુ હોવાના કારણે તેનાથી હાયપર ટેન્શનનું જોખમ વધે છે અને તેના કારણે સ્ટ્રોકનું જોખમ પણ વધે છે."
 
જાગૃતિ માસ કે જેને તા.29 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે મનાવવામાં આવે છે તેના હિસ્સા તરીકે આઈએસએ દ્વારા રિસ્ક ક્લિનીંગ કેમ્પસ, જનતા માટે ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન, સોશ્યલ મિડીયા અને અન્ય માધ્યમો દ્વારા સામુહિક જાગૃતિ ઉપરાંત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, રોટરી ક્લબ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમગ્ર માસ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આઈએસએ તરફથી સ્ટ્રોક જાગૃતિના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે, જે સ્ટ્રોક અવેરનેસ મન્થ પછી પણ ચાલુ રહે છે.
 
આઈએસએ દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજી, ચેન્નાઈ અને ઈન્ડિયન હાયપર ટેન્શન કન્ટ્રોલ ઈનિશ્યેટીવ (આઈએચસીઆઈ) સાથે સહયોગ કરીને રાષ્ટ્ર વ્યાપી વેબીનારનું આયોજન કરીને ડોક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય હેલ્થ કેર વર્કર્સ માટે નેશનલ વેબીનારનું ભારતના 100 જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓમાં સ્ટ્રોકના નિયંત્રણ, સારવાર અને સાજા થવા અંગેના વિવિધ પાસાંઓ અંગે જાણકારી આપવામાં આવે છે.
 
આઈએસએના એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર ડો. પી. વિજયાએ માહિતી આપી હતી કે "જ્યારે સ્ટ્રોકનો હુમલો આવે ત્યારે  તેના લક્ષણો પારખીને હોસ્પિટલ પહોંચવુ ખૂબ જ મહત્વનું બની રહેશે. સ્ટ્રોકના હુમલા પછી 4.5 કલાકમાં કેટલીક થેરાપીઝ અમલમાં મૂકવામાં આવે તો તે ખૂબ જ અસરકારક નિવડે છે. સ્ટ્રોક દરમ્યાન દર મિનિટે 20 લાખ લોકોનું મોત થતું હોવાથી ઝડપ (FAST) થી સક્રિય બનવુ જરૂરી બને છે."
 
વર્લ્ડ સ્ટ્રોક ડે 2021નો થીમ તરીકે- સ્ટ્રોકના લક્ષણો અંગે જાણકારી અને તેને મેડિકલ ઈમર્જન્સી ગણીને સમયસર ગુણવત્તાયુક્ત સારવાર નક્કી કરાયા છે. આઈએસએ દ્વારા વિવિધ સોશ્યલ મિડીયા કેમ્પેઈન ચાલુ કરાયા છે, સ્ટ્રોક જાગૃતિ માસના હિસ્સા તરીકે Know your numbers, Know your risks, recognise stroke symptoms, Act in time સહિતની ઝૂંબેશનો સમાવેશ થાય છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી આઈએસએ દ્વારા તબીબી આલમ માટે તા.29 ઓક્ટોબરના રોજ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments