Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સુરક્ષાના દાવાઓ પોકળ નિવડ્યાં ભીડ વચ્ચે 5 કિલો સોનાની લૂંટ

Webdunia
મંગળવાર, 12 જૂન 2018 (12:08 IST)
શહેરમાં સુરક્ષાના દાવાઓને પડકારતી ઘટના બની છે. અમદુપુરા બસ સ્ટેન્ડ પાસેના ભીડભાડવાળા વિસ્તારમાં એક્ટિવાને લાત મારી દોઢ કરોડની કિંમતના પાંચ કિલો સોનાના દાગીના અને ગોલ્ડની લૂંટ થઈ છે. માણેક ચોકમાં ‘કિરણ’ નામે જ્વેલરી બનાવીને જ્વેલર્સને સપ્લાય કરતા હોલસેલરના બે માણસોને સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં બે બાઈકસવાર લૂંટારાએ લૂંટી લીધા છે. કુબેરનગર, નોબલનગરની જ્વેલરી શોપ્સમાંથી પરત માણેક ચોક આવતાં એક્ટિવાને લાત મારીને પાંચ કિલો સોનાના દાગીના ભરેલો થેલો લૂંટી જવાયાની ફરિયાદ થઈ છે. શહેરકોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ માણેક ચોકમાં ગુસા પારેખની પોળમાં આવેલા કેરેટ કોમ્પલેક્સમાં ધીરજભાઈ પોખરણા ‘કિરણ’ નામથી જ્વેલરી બનાવવાનો વ્યવસાય કરે છે. ધીરજભાઈની આ પેઢીમાં ચાર કર્મચારી કામ કરે છે. ગોવિંદ પટેલ અને પુટર સોની નામના બે કર્મચારી તેમના નિત્યક્રમ મુજબ એક્ટિવા ઉપર જ્વેલરી શોપ્સમાં દાગીના બતાવવા ગયા હતા. પરત આવતી વખતે ફોન પર વાત કરી રહ્યાં હતાં એવામાં જ બાઈકસવારે લાત મારતાં બન્ને પટકાયા હતા. ગોવિંદ અને પુટર કંઈ સમજે તે પહેલાં બાઈકસવાર દોઢ કરોડની કિંમતના પાંચ કિલો સોનાના દાગીના ભરેલો થેલો લૂંટી લૂંટારા કાલુપુર બ્રિજ તરફ પલાયન થઈ ગયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan ની એક્સ ગર્લફ્રેંડ Somy Ali કહ્યું, 'સલમાનને ખબર નહોતી કે સમાજ કાળા હરણની પૂજા કરે છે'

પુણેના મંડાઈ મેટ્રો સ્ટેશન પર આગ લાગી, એક વ્યક્તિ ઘાયલ

કરવા ચોથના દિવસે પત્નીએ ઉપવાસ તોડ્યો અને પતિએ પત્નીની સાડીથી ફાંસો ખાઈ લીધો.

પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

પોલીસ સ્મૃતિ દિવસ

આગળનો લેખ
Show comments