Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર 3 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે

Webdunia
શનિવાર, 7 જાન્યુઆરી 2017 (11:30 IST)
નવકાર ઈવેન્ટ્સ પ્રા,લિ, પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ''સુપર સ્ટાર''  એક મ્યુઝિકલ થ્રિલર ડ્રામા છે. આ ફિલ્મથી હોલિવૂડમાં તાલિમ મેળવેલા એક્ટર ધૃવિન શાહ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેઓ આ ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યાં છે. તે ઉપરાંત હિન્દી સિનેમાનો સૌથી જાણીતો ચહેરો રશ્મિ દેસાઈ પણ ગુજરાતી ફિલ્મમાં હવે પ્રવેશ કરી ચુકી છે. જ્યારે મિલતી જૈન અને આરિયન્ત સાવન પણ આ ફિલ્મમાં સહભૂમિકા ભજવી રહ્યા છે.  ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તેના લેખક મૃગાંક શાહ છે. જ્યારે તેનું દિગ્દર્શન ભાવિન વાડિયાએ કર્યું છે. 

 આ ફિલ્મનો પ્લોટ ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સથી વણાયેલો છે. ફિલ્મની વાર્તા ડ્રામા, સસ્પેન્સ અને ઈમોશન્સ તથા ષડયંત્રથી ભરપુર છે. આ ફિલ્મના ગીતો નિરેન ભટ્ટ દ્વારા લખાયાં છે અને એશ્વર્યા મજમુદાર દ્વારા તેને કંઠ આપવામાં આવ્યો છે. બોલિવૂડના રોમેન્ટીક સિંગર અરમાન મલિક, ગુજરાતી રોકસ્ટાર અરવિંદ વેગડા ઉપરાંત હિન્દી ફિલ્મોના સંગીતકાર શેખર રાવજીયાની પણ આ ફિલ્મથી સિંગિગ ડેબ્યુ કરી રહ્યાં છે. આ ફિલ્મનું સંગીત તથા બેકગ્રાઉન્ડ પાર્થ ઠક્કરે આપ્યું છે. 
ફિલ્મ વિશે ટુંકમાં વાત કરીએ તો રિશી કાપડીયા બોલિવૂડનો રોયલ સુપ સ્ટાર છે. આજે તેવી પાસે તમામ ખુશીઓ છે.  તે પોતના સંઘર્ષ સમયની સાથી અંજલી એટલે કે તેની પત્નીને ખુશ રાખવા માટે તમામ પ્રયત્નો કરે છે. આ બંનેનું જીવન એકદમ સુખમય ચાલી રહ્યું હોય છે અને ધડામ કરતી એક મુસીબત તેમના જીવનમાં આવે છે. આ ઘટના શું છે અને એ ઘટનામાંથી આ પરિવાર કેવી રીતે પસાર થાય છે. તે ફિલ્મ જોયા પછી જ સમજાશે, કારણ કે ફિલ્મનું નામ સુપરસ્ટાર છે. આ ફિલ્મ આગામી 3 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. તો જોવાનું ચૂકતા નહીં.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments