Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો રાજ્યમાં ક્યારથી શરૂ થશે ધોરણ 5 થી 8ના વર્ગો

Webdunia
બુધવાર, 28 જુલાઈ 2021 (18:21 IST)
વિશ્વભરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે કોરોના પર કાબૂ મેળવવામાં ગુજરાતે સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે સરકારે સતત છૂટછાટમાં વધારો કર્યો છે. થોડા દિવસો પહેલાં 9 થી 12 અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે ઓગસ્ટના પ્રથમ વીકમાં ધોરણ 5 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ ધોરણ 1 થી 5 બાળકો માટે દિવાળી પછી સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021થી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કર્યા છે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે.
 
આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.
 
રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

LPG Price Hike: ફરીથી વધારી દીધા ગેસ સિલેન્ડરના ભાવ, મહિનાના પહેલા દિવસે મોઘવારીનો ફટકો

Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

આગળનો લેખ
Show comments