Webdunia - Bharat's app for daily news and videos

Install App

સતત બીજી વખત સ્પીકર બનવા જઈ રહેલા ઓમ બિરલા કેટલા મતોથી જીત્યા?

Webdunia
મંગળવાર, 25 જૂન 2024 (13:30 IST)
om birla speaker- રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા હવે બીજી વખત લોકસભાના સ્પીકર બની શકે છે. ઓમ બિરલાએ મંગળવારે 18મી લોકસભાના સ્પીકર માટે નોમિનેશન ભર્યું. તે જ સમયે, વિપક્ષ તરફથી કોંગ્રેસના કે. સુરેશે ઉમેદવારી નોંધાવી હતી.
 
એટલે કે હવે સ્પીકર પદ માટે ચૂંટણી થશે. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે લગભગ 10.30 વાગે ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી.
 
આ વખતે ઓમ બિરલા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રહલાદ ગુંજાલને હરાવીને કોટાથી સાંસદ બન્યા હતા. બંને વચ્ચે જીત અને હારનો તફાવત 41 હજારથી વધુ મતનો હતો. ભાજપના ઓમ બિરલાને કુલ 7,50,496 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના પ્રહલાદ ગુંજાલને કુલ 7,08,522 વોટ મળ્યા. આ વખતે બંને વચ્ચે જોરદાર સ્પર્ધા હતી.
 
ઓમ બિરલાનો જન્મ મારવાડી હિંદુ પરિવારમાં શ્રી કૃષ્ણ બિરલા અને શકુંતલા દેવીને ત્યાં થયો હતો. તેમણે કોટાની સરકારી કોમર્સ કોલેજ અને અજમેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજમાંથી માસ્ટર ઓફ કોમર્સની ડિગ્રી પૂર્ણ કરી. તેમણે વર્ષ 1991માં અમિતા બિરલા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે, જેનું નામ આકાંક્ષા અને અંજલી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments